________________
પત્રાંક-૬૪૭.
૮૩ વિરહ છે એ વિરહમાં એમને પોતાને આંખમાંથી આંસુ પડી જાય છે. એ શું બતાવે છે ? ઉપાદાનની શક્તિ અને નિમિત્તનો નિષેધ એમની વાણીમાં એટલો બધો જોરથી આવ્યો કે તીર્થંકરની આધારબુદ્ધિ પણ પોતાના સ્વરૂપસામર્થ્યનો અનાદર કરાવે છે. શું લીધું છે ? સાક્ષાત્ તીર્થંકરની આધારબુદ્ધિ પણ સ્વરૂપ સામર્થ્ય કા અનાદર કરનેવાલી હૈ. એ લખનાર એમ કહે છે, કે “ગુરુદેવનું જ્યારે મને સ્મરણ આવે છે ત્યારે મને એમ થાય છે કે, અરે..! અહીંયાં ક્યાં ? આ “કલકત્તામાં આ સંયોગ વચ્ચે હું ? મારે તો “સોનગઢ' જ રહેવું જોઈએ. એક પત્રમાં પત્ર લખનાર એમ લખે છે કે હવે તો તમારો નિવૃત્તિનો કાળ પાક્યો ગણાય. તમારે તો નિવૃત્તિ લઈને અહીંયાં ગુચ્ચરણમાં આવવું જોઈએ. તો કહે છે, તમારી વાત વાંચતા ઝણઝણાટી થાય છે. એમને નિવૃત્તિ પ્રત્યે કેટલી બધી પ્રીતિ અને રુચિ થાય છે !
એવા પુરુષને પણ સદ્દગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. આ તો શું છે કે જે એવો જે વિવેક છે, નિમિત્તનો વિવેક છે એ આધારબુદ્ધિથી નથી થતો. સાચા મુમુક્ષુને કે જ્ઞાનીને આધારબુદ્ધિથી એ વિચાર આવતો નથી, પણ એક વિવેક છે. અન્ય પણ જગતમાં નિમિત્તો છે અને આવા જ્ઞાનીપુરુષ પણ એક નિમિત્ત છે, તો એ નિમિત્તનો વિવેક એ ખરેખર એને પોતાના આત્માના ઉપાદાનનો વિવેક છે એમ સમજવા જેવું છે. જેને સત્સંગરૂપી સ્થળ વિવેક જાગ્યો નથી અને આત્માનો વિવેક થાય એ વાતનો વિચાર પણ કરવા જેવો નથી.
પૂજ્ય બહેનશ્રીએ પગલું લીધું. પંદર વર્ષની ઉંમરે “કરાંચી’ કેમ છોડ્યું ? સત્સંગ નથી. “કરાંચીમાં સત્સંગ નથી. પૂછ્યું હતું કે એટલી નાની ઉંમરે જ્ઞાનપ્રાપ્તિ હતી નહિ, છતાં આવું મોટું પગલુ ભરી લીધું એની પાછળ કયો વિચાર હતો ? કહ્યું, ત્યાં સત્સંગ નહોતો. આત્મકલ્યાણ કરવું હોય તો સત્સંગ વગર થઈ શકે નહિ એટલી સમજણ ઓછામાં ઓછી તે દિવસે હતી. અને એ ઓછી સમજણમાંથી જ્ઞાનદશા આવી છે. એવી જે યથાર્થ, ઓછી પણ યથાર્થ સમજણમાંથી જ્ઞાનદશા નીપજી, ઊપજી. જેને સત્સંગનો વિવેક નથી એને કાંઈ વિવેક જ નથી એમ કહેવું જોઈએ. પહેલું પગલું જે વિવેકનું છે એ ચૂકી ગયો છે. જે પહેલું પગલું ચૂક્યો એને બીજા પગથિયાનો કોઈ વિવેક થાય એ વાત તો વિચાર કરવા જેવી પણ રહેતી નથી.
એને “આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં.” શું કહે છે? આ જગતના પ્રસંગ જોતાં. અત્યારે જે ચિત્ર-વિચિત્ર જગતના પ્રસંગોની પરિસ્થિતિ છે એ જોતાં એમ જણાય છે.” જુઓ ! આ તો સો વર્ષ પહેલા આ વાત કરી છે.