________________
८८
રાજય ભાગ-૧૩
પત્રાંક-૬૪૯
મુંબઈ, આસો, ૧૯૫૧ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ!
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ. પરંતુ ક્યા સાધન વડે ?
૬૪૯. એ પત્ર પણ કોના ઉપર છે એ મળતું નથી. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી.....” આ સમયના સદુપયોગ અને હિનોપયોગ (એ સંબંધીત વાત છે). હિન એટલો હીણો ઉપયોગ. હિન ઉપયોગનો અર્થ શું છે ? કે આત્માને નુકસાન થાય એ રીતે જે સમય પસાર થાય છે તે હિન ઉપયોગ છે અથવા આત્મહિત નથી થતું અને સમય પસાર થતો જાય છે એ હિન ઉપયોગ છે. “ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ ! આશ્ચર્ય ચિહ્ન મૂકયું છે. એક પળ ગઈ એને જોઈતી હોય તો? ન મળે. અથવા આયુષ્યસ્થિતિમાં એક પળ વધારવી હોય તો ? કે ભાઈ ! એક પળની અંદર એની પાસે જે વાત બોલાવવી છે એ બોલાવી લઈએ. કોઈ રાજા હોય, વારસદાર કોને બનાવવો ? એક પળ માટે એમ કહી દે, આંગળી ચીંધી દે કે આને. મળે ? પળ ગઈ તે ગઈ. આયુષ્ય પૂરું થયું તે પૂરું થયું. એક પળ માટે પણ આયુષ્ય કોઈને પાછું મળતું નથી.
આ પાણી જેવી વાત છે. પાણી મફતમાં મળે છે. માણસ ઢોળ્યાઢોળ કરે છે.