________________
૮૬
રાજય ભાગ-૧૩
‘અદૃશ્યને દશ્ય કર્યું...’ જે ઇન્દ્રિયજ્ઞાનથી દેખાવા યોગ્ય નથી પણ અતીન્દ્રિય જ્ઞાનથી દેખાવા યોગ્ય છે. એવું જે પોતાનું આત્મસ્વરૂપ, જે અરૂપી છે અને ઇન્દ્રિયજ્ઞાનથી અદૃશ્ય છે. તેને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જેણે દેખાવા યોગ્ય કર્યું. એટલે ફેરફાર તો પદાર્થોમાં નથી કર્યો. ન તો ૫૨૫દાર્થમાં ફેરફાર કર્યો છે, ન સ્વપદાર્થમાં ફેરફાર કર્યો છે, પણ જ્ઞાનમાં ફેરફાર કર્યો છે. શૈલી નિમિત્તપ્રધાન લીધી છે કે દૃશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દૃશ્ય કર્યું..’ પણ ખરેખર તો જ્ઞાન ફેરવ્યું છે. દૃશ્ય એવા કે અદૃશ્ય એવા પદાર્થો ફેરવ્યા નથી એ તો જેવા છે તેવા જ રહે છે.
એવા પુરુષાર્થથી જેણે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. એવું ઐશ્વર્ય એટલે સામર્થ્ય. ઐશ્વર્ય એટલે સામર્થ્ય. પુરુષાર્થનું જે અનંત સામર્થ્ય છે તે વાણીથી કહી શકાવું યોગ્ય નથી.’ એને વાણી દ્વારા એ પુરુષાર્થને વર્ણવી શકાતો નથી. યત્કિંચિત્ જેટલું કહેવાય છે એટલું સામાન્ય રીતે કહી દીધું. પણ ખરેખર એનું વર્ણન કરવું હોય, એનો ચિતાર આપવો હોય તો આપી શકાતો નથી. અરૂપી એવો અંતર્મુખી પુરુષાર્થનો પર્યાય, એને વાણી દ્વારા કહી શકતા નથી. પણ આ એક પરિણામ આવ્યું કે જે દશ્યપદાર્થો છે એને નહિ દેખાવા બરાબર કર્યાં અથવા તો જે જે પદાર્થો જ્ઞાનમાં દેખાય છે, જણાય છે તે તે પદાર્થોની અસર નીચે આત્મા આવે છે. શું થાય છે ? જે જ્ઞાનના નિમિત્તભૂત પદાર્થો છે તે પદાર્થોને જાણતા જ્ઞાનમાં એટલે આત્મા ઉપર કાંઈક અસર આવે છે. એવી અસ૨ આવતી જેણે બંધ કરી દીધી. દૃશ્ય પદાર્થો દેખાવા છતાં, જણાવા છતાં એ સંબંધી રાગ, એ સંબંધી દ્વેષ, એ સંબંધીનો વ્યામોહ એને થતો નથી. એવો પુરુષાર્થ જેણે પ્રગટ કર્યો, એમ કહેવું છે. મુમુક્ષુ :- મુખ્ય-ગૌણ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. મુખ્ય-ગૌણ કર્યું. પણ એ ગૌણ કર્યું એટલું બધું ગૌણ કર્યું કે જાણે એ કાંઈ છે જ નહિ. રાગના નિમિત્તો પ્રાપ્ત થવા છતાં જેને રાગ નથી, એમ કહેવું છે. દ્વેષના નિમિત્તો પ્રાપ્ત થતાં જેને દ્વેષ નથી. અથવા જેને જગત એમ કહે છે કે આને લાભ થયો, એમાં એને લાભનો રાગ નથી, નુકસાન થયું એમાં નુકસાનનો દ્વેષ નથી. એવી રીતે જે જે પદાર્થો જણાય છે તે જાણે ન જણાવા બરાબર પરિસ્થિતિ ઊભી કરી. એ પુરુષાર્થનું કાર્ય છે, એમ કહેવું છે. ક્યાંક તો, કોઈ કોઈ જગ્યાએ તો આ વાચનું મથાળું (બાંધ્યું છે), એમણે પત્રનું મથાળું આ રીતે બાંધ્યું છે. દૃશ્યને જેણે અદૃશ્ય કર્યું, અદૃશ્યને જેણે દૃશ્ય કર્યું.