________________
પત્રાંક-૬૪૬ કરવામાં આવે છે, ભલે મનમાં કરવામાં આવે. તે શું વાત છે ? કે જ્ઞાની પુરુષોના શાસ્ત્રોના જે વચનોનો વિચાર કરવો છે એ વિચાર કોઈ સ્થિર ચિત્તથી કરવો છે, કોઈ શાંત ચિત્તથી કરવો છે, કોઈ નિર્મળ ચિત્તથી કરવો છે.
એક તો આકુળતા... આકુળતા. આકુળતા... આકુળતામાં પરિણતિ ચાલતી હોય અને એ જ પરિણતિમાં ઉપયોગ પણ લાગેલો હોય અને પછી શાસ્ત્ર સાંભળવા બેસે. એને કોઈ વાત પલ્લે પડતી નથી. એ વાત સ્થાન ન પામે એને. એના વિચારમાં, એના અભિપ્રાયમાં એવી વાતને કોઈ સ્થાન મળતું નથી. ગ્રહણ કરવાની ભાવનાથી બેસે તો ગ્રહણ થાય. પણ પ્રકાર જ કોઈ ચિત્તનો વિચિત્ર પ્રકારે ચાલતો હોય કે જેમાં ગ્રહણ કરવાની કોઈ પરિસ્થિતિ જ ન હોય. તો એ ગમે તે સાંભળે, ગમે તે વાંચે, એને કાંઈ એનો લાભ થતો નથી. એને કોઈ નિમિત્તનૈમિત્તિક સંબંધ ઉત્પન્ન થતો નથી. એટલે જ્ઞાની પુરુષોના વચનોનો વિચાર કરવા માટે એ વિચારની ભૂમિકા પણ યથાર્થ અથવા યોગ્ય ભૂમિકા હોવી જોઈએ, તો એનો વિચાર યથાયોગ્ય થાય.
સર્વ જ્ઞાનનું ફળ....” ગમે તે પ્રકારનું ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો “તે સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે...” બધા જ્ઞાનનું ફળ શું આવવું જોઈએ ? પરિણામ સ્વરૂપમાં સ્થિર થઈ જાય, સ્વરૂપમાં શાંત થાય, ઠરે. ઠરવા યોગ્ય એવું જે પોતાનું સ્વરૂપ એ શાંતિનું નિધાન છે. એમાં શાંત ભાવે પરિણામ ઠરે એ બધા જ જ્ઞાનનું ફળ છે. અથવા ઘણું જ્ઞાન મેળવ્યા છતાં પણ જો પરિણામ આત્મામાં ઠરતું ન હોય, સ્થિર થતું ન હોય, આત્મસ્થિરતા ન આવતી હોય તો એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી. એમ લેવું.
સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાનનું ફળ આત્મસ્થિરતા છે એવું જે કહ્યું છે તે અત્યંત સાચું છે. નહિતર એને જ્ઞાન શું કહેવું? જો સ્વરૂપમાં ન ઠર્યો તો એ જ્ઞાનને જ્ઞાન શું કહેવું? એને જ્ઞાન કહેવાનું કોઈ કારણ રહેતું નથી. એ રીતે જ્ઞાનનું ફળ શું છે ? એટલે કે જેને જ્ઞાનનો અભ્યાસ છે, તત્ત્વનો અભ્યાસ છે, જ્ઞાનાભ્યાસ જેને કહેવામાં આવે છે એનું આ લક્ષ હોવું જોઈએ કે આ બધું જ્ઞાન મેળવીને સ્વરૂપમાં ઠરવાની દિશામાં મારી પ્રગતિ થાય છે ? એ દિશા બાજુ હું જઉં છું? સ્વરૂપમાં સ્થિર થવાને લક્ષે મારી જ્ઞાનપ્રાપ્તિનો અભ્યાસ ચાલે છે કે બીજા પ્રકારે ચાલે છે ? એ વાત એને લક્ષમાં હોવી જોઈએ. મારા યોગ્ય કામકાજ