________________
૭૬
રાજય ભાગ-૧૩
જીવનમાં મારું આત્મકલ્યાણ કરવું એ મારું મુખ્ય કાર્ય છે. મારું મુખ્ય કાર્ય શું ? કે મારું કલ્યાણ કરવું એ જ મારું મુખ્ય કારણ છે. એવી જેની ભાવના છે એ ભાવનામાંથી વિચારની નિર્મળતા, વિચારની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ થાય છે. એને ખબર પડે છે કે આત્માને હિત કરનારી વાત શું છે ? આત્માને અહિત ક૨ના૨ શું ચીજ છે ? એ એને સમજ પડે છે. એનો યથાયોગ્ય વિચાર એ કરી શકે છે.
મુમુક્ષુ :- માતાજી કહે છે, ભાવના વધારવી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ આ ભાવના છે. આત્મકલ્યાણની ભાવના તીવ્ર કરવી જોઈએ.
જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું...' છે. એટલે એમાં શું છે ? કોઈ ઓછી શુદ્ધિ છે, કોઈ વધારે શુદ્ધિ છે. એવા એની અંદર તબક્કા છે ખરા. જેમ જેમ ચિત્તની શુદ્ધિ મુમુક્ષુને વિશેષ હોય છે અને એ ચિત્તશુદ્ધિની સાથે સાથે ચંચળતાને પણ સંબંધ છે. વિચારની જેને નિર્મળતા છે એની ચંચળતા ઘટે છે. જેને વિચારની મલિનતા છે એની ચંચળતા પણ (વધે) છે.
જીવના વિચારજ્ઞાનને બે પ્રકારનો વિભાવ છે. એક કષાયની મલિનતાનો અને એક ચંચળતાનો. તીવ્ર ગતિથી જો વિચાર ચાલતા હોય, Speed થી જેને કહેવાય, અશાંત ચિત્તથી, તો એની અંદર યથાયોગ્ય વિચાર થઈ શકતો નથી. પણ જો શાંત ચિત્તથી ઠરીને, સ્થિર થઈને જો કાંઈ વિચારણા કરવામાં આવે છે, તો એ નિર્ણયો, એ વિચારણા યોગ્ય થાય છે. અથવા એમાં પોતાને નુકસાન ન થાય એવું વિચારી શકાય છે. એટલે માણસો નથી કહેતા ? કે, ભાઈ ! ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. કોઈ મહત્વનો નિર્ણય લેવો હોય તો ઉતાવળે ન લેવો. એટલે વિચારની ચંચળતાની પરિસ્થિતિમાં જે નિર્ણયો લેવાય છે, વિચારાય છે એ યથાર્થપણે વિચારી શકાતું નથી. એટલે એમ કહે છે કે, સ્થિરપણું એટલે શાંતપણું, અચંચળપણું એવું જેમ જેમ ચિત્તમાં હોય છે અને નિર્મળતા હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચા૨ યથાયોગ્ય થઈ શકે છે.
જ્ઞાનીપુરુષ કે જે પરિણામની શુદ્ધિમાં પ્રવર્તતાં પ્રવર્તતાં આત્માની શુદ્ધિ કેમ થાય એવા વચનો જેમના પ્રગટ થયા અને જેમને ચંચળતા મટી હતી. સ્વરૂપમાં સ્થિરત્વ, સ્વરૂપની સ્થિરતા ધારણ કરીને જે વચનો ઉત્પન્ન થયા એ વચનોનો વિચાર કોઈ યથાયોગ્ય ભૂમિકામાં કરવો જોઈએ. આપણે (ત્યાં) આ રુઢિ નથી પણ એની પાછળ કોઈ હેતુ છે. સ્વાધ્યાય પહેલા પ્રાર્થના કરવામાં આવે છે, મંગળિક