________________
૭૪
ચજહૃદય ભાગ-૧૩ વસ્તુ ઉત્પન્ન થાય, વસ્તુ હોય એનું શૂન્યપણું થઈ જાય એવું કદિ બનતું નથી. સર્વકાળ તેનું હોવાપણું છે...” દરેક પદાર્થનું સર્વ કાળે હોવાપણું છે. “રૂપાંતર પરિણામ થયા કરે છે.” એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરપણું થવું એવા પરિણામ થયા કરે છે. વસ્તુતા ફરતી નથી, કોઈ પદાર્થ સર્વનાશ થાય છે એવું બનતું નથી. અથવા વસ્તુ મટીને બીજી વસ્તુ થઈ જાય છે એવું પણ બનતું નથી.
એવો શ્રી જિનનો અભિમત છે. તે વિચારવા યોગ્ય છે. એવો જે જિનેન્દ્ર ભગવાનનો મત છે એ અવશ્ય વિચારવા જેવો છે. જિનેન્દ્ર ભગવાનનો મત છે એને તું માની લેજે એમ ન કહ્યું. તું પણ એનો વિચાર કર કે એ વાત ન્યાયસર છે કે નહિ ? એમાં કાંઈ તથ્ય છે કે નહિ? કે એમને એમ ભગવાન કહે છે માટે માનું છું? એમ નથી. એ વિચારવા યોગ્ય છે. અત્યારના વર્તમાન જે બુદ્ધિગમ્ય વિજ્ઞાન છે એમાં પણ એ વાત સિદ્ધ થઈ છે કે પદાર્થ રૂપાંતરપણાને પામે છે પણ કેવળ કોઈ પદાર્થ જગતમાં નવો ઉત્પન્ન થાય છે કે કેવળ કોઈ પદાર્થનો સર્વનાશ થઈ જાય છે એવું બનતું નથી. પરમાણુનું એ વિજ્ઞાન છે તો પરમાણુનું રૂપાંતરપણું સ્વીકારવામાં આવ્યું છે. કોઈ શૂન્યમાંથી કોઈ પરમાણુની ઉત્પત્તિ કે પરમાણુમાંથી શૂન્યપણું થવું એવું સિદ્ધ થતું નથી. એટલે જે જિનનો અભિમત છે તે વિચારવાથી તે સંમત થાય છે, તેનો સ્વીકાર થાય છે.
“ષડ્રદર્શનસમુચ્ચય' કંઈક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. જેને પત્ર લખ્યો છે અને આ એક ગ્રંથ વાંચવા માટે ભલામણ કરી હશે. “ષદર્શનસમુચ્ચય' એટલે કે છ દર્શન વિષયનો જેની અંદર વિસ્તાર કરેલો છે. ઘણું કરીને આ શ્વેતાંબરના આચાર્ય હરિભદ્રાચાર્ય થઈ ગયા. હરિભદ્રાચાર્યનો ગ્રંથ છે. કોને વાંચવા માટે ભલામણ કરી છે એ પત્રમાં નથી લખ્યું. નહિતર આ પત્ર કોના ઉપરનો છે એ નક્કી થઈ જાત. એ પત્ર આગળપાછળ ... કોને “ષડ્રદર્શનસમુચ્ચય' વાંચવા કહ્યું છે. પણ એમાં લખનારે ... સૂક્ષ્મ વિચારણાથી વાતો લખી છે અને ન સમજાય તો ફરી ફરીને વિચારવાથી કેટલુંક સમજાશે, એમ કહેવું છે.
જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ શાનીનાં વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. હવે શું કહે છે ? મુમુક્ષુજીવને જેટલી વિચારની નિર્મળતા છે, ઘણા કહે છે અમને અમુક શાસ્ત્રો સમજાતા નથી. એનું શું કારણ છે ? શાસ્ત્રનો વિષય કેમ નથી સમજાતો ? કે પોતામાં એ જાતની મતિની