________________
૭૩
પત્રાંક-૬૪૬ હોય એવો અનુભવ વિચારતાં થાય છે.” કે તો પછી એ વચ્ચે પણ ન હોય. અત્યારે એનું હોવાપણું હોય તો ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પણ એનું હોવાપણું સ્વીકારવું પડે. જો એનું હોવાપણું ન માનવામાં આવે તો વચ્ચે એનું હોવાપણું છે એ પણ માનવા જેવી વાત નથી. આ વાત એમણે એટલા માટે કહી કે, કેટલાક માણસો એમ વિચારે છે કે, ભાઈ ! આપણે આજ દીઠી છે. કાલ કાંઈ આપણે જોઈ નથી. કાલ એટલે મૃત્યુ પછી શું થાય છે એ આપણને ખબર નથી. તો પછી કોને ખબર કે શું થતું હશે ? માટે અત્યારે સુખી થવા માટે જે કાંઈ કરવું પડે તે બધું કરી લ્યો. એટલે એનું માનેલું સુખ મેળવવા માટે એ ગમે તેવા કાર્યો કરવા માટે તૈયાર થાય છે. એને એમ કહે છે કે, ઊભો રહે. એમ માનનારા, એમ વિચારનારા, એમ પ્રયત્ન કરનારાને એ ધારે છે એવું થઈ શકતું નથી. એને પણ નહિ ધારેલી વિપત્તિ કે આપત્તિ આવી પડે છે. એ સિવાય પણ જગતમાં જીવોના અનેક પ્રકારના સંયોગ-વિયોગ અણધાર્યા પણ જોવામાં આવે છે. એ સિવાય પણ મનુષ્ય સિવાયની જીવાયોની પણ જોવામાં આવે છે. એ બધું કારણ વગર કાંઈ નથી.
એક જીવ તિર્યચપણે જન્મે છે, પશુ-પક્ષીપણે જન્મ લે છે. કોઈ એક જીવ મનુષ્યપણે પણ જન્મ લે છે. એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. જાતિ અપેક્ષાએ જીવ તો બધા જીવ છે. એક જાતિના છે. એ એના પૂર્વપશ્ચાત્ હોવપણાનો આધાર છે. પૂર્વે એ જીવ હતો. એ જીવે કોઈ અમુક પ્રકારે કારણ ઊભું કર્યું છે. ભવિષ્યમાં એનું કાર્ય પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જ્યાં પ્રત્યક્ષ પરિસ્થિતિ છે તો એના પ્રત્યક્ષને બીજા પ્રમાણની કોઈ જરૂર નથી.
વિચારવાન જીવ એ બધો વિચાર કરે છે. આ આમ કેમ ? એનું કાંઈક કારણ હોવું જોઈએ. મનુષ્યને ઊભું શરીર મળે છે, પશને આડું શરીર મળે છે. આને ઊભું શરીર કેમ ? આને આખું શરીર કેમ ? મનુષ્યને વિવેક, વિચાર, બુદ્ધિ વિશેષ જોવામાં આવે છે. પોતાના સુખ-દુઃખનો એ જેટલો વિચાર કરે છે એટલો પશુ વિચાર કરી શકતો નથી. શું કારણ છે ? એનું જ્ઞાન આવરિત છે એનું શું કારણ છે. ? જ્ઞાન બિડાઈ ગયું છે એનું શું કારણ છે ? વિચારવાન જીવ હોય તો બધો વિચાર કરે છે. એમાં આત્માની જે શાશ્વતતા છે, આદિ-મધ્ય-અંતમાં આત્માનું હોવાપણું છે એ હોવાપણું એક તો નક્કી થાય છે, એનો નિશ્ચય થાય છે.
વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી,” કેવળ એટલે શૂન્યમાંથી