________________
૨૮
રાજહૃદય ભાગ-૧૩ સ્વરૂપ આકારે ઉપયોગ થાય છે એટલે સ્વાનુભવ થાય છે અને જ્ઞાન સ્વરૂપમાં ભળે છે તેવા જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહીએ છીએ. તે જ્ઞાનને નિરાવરણશાન કહેવા યોગ્ય છે.” ઉઘાડ થાય એને નિરાવરણશાન કહેતા નથી. આગમમાં તો ઉઘાડ થાય અને આવરણ જેટલું ખરૂં, જેટલું આવરણ ખસ્યું એટલો ઉઘાડ થયો એમ કહેવાય.
કોઈને અવધિજ્ઞાન સુધીનો ઉઘાડ થાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં અગિયાર અંગ અને નવ પૂર્વ અને અવધિજ્ઞાનનો ઉપયોગ થાય છે. નારકીમાં હોય છે. તો એટલું આવરણ ખસ્યું કે નહિ ? કે જે જ્ઞાન સ્વરૂપપણું ન ભજે એ જ્ઞાનનો ઉઘાડ રાગ-દ્વેષનું કારણ થાય. નારકીમાં અવધિજ્ઞાન એટલું થાય કે આ પૂર્વ ભવમાં મારો દુશમન હતો. મારામારી કરવા લાગી જાય. એ દ્વેષનું નિમિત્ત થાય છે. દેવલોકમાં મિથ્યાત્વ અવસ્થામાં અવધિજ્ઞાન હોય છે એ અત્યંત રાગનું કારણ થાય છે, તીવ્ર રાગનું કારણ થાય છે. તો જ્ઞાન એ નિરાવરણ જ્ઞાન શું કામનું ? જે જ્ઞાન પોતાનું અહિત કરે એ નિરાવરણ જ્ઞાન શું કામનું? એને નિરાવરણ કહેવું પણ શું? એમ કહે છે. એ તો નિરાવરણ કહેવાને યોગ્ય નથી, એમ કહે છે.
મુમુક્ષુ – સ્વરૂપપણાને ભજવું એમ કહે છે એટલે... .
પૂજ્ય ભાઈશ્રી – સ્વરૂપપણું ભજવું. જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. એટલે જ્ઞાનમાં સ્વરૂપ છે એ સ્વપણે અનુભવાય છે. જે નિજાત્મ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, એવું જે પરમતત્ત્વ, પરમાત્મતત્ત્વ પરમપારિણામિકભાવે રહેલું છે, એ સ્વરૂપપણે અનુભવાય છે. અત્યારે એના આવરણમાં શું થાય છે ? કે હું આ શરીરવાળો. દેહમાં અહંપણું થાય છે. આ બધા સંયોગવાળો તો એ સંયોગમાં અહંતા ને મમતા થાય છે. એ જ્ઞાન ગમે તેટલા ઉઘાડવાનું હોય, જગતમાં બધા વાહ વાહ કરતા હોય કે શું આનું જ્ઞાન છે ! શું આની બુદ્ધિ છે ! પણ જ્ઞાનીની દૃષ્ટિમાં એ જ્ઞાનની ઉપર ચોકડી મૂકે છે. આ જ્ઞાનની અમને કોઈ કિંમત નથી. પહેલા મુદ્દામાં એ વાત લીધી છે.
બીજો મુદ્દો છે. જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીનો તફાવત સમજવા માટેનો બીજો મુદ્દો છે. આ મુદ્દો બહુ પ્રયોજનભૂત છે. સામાન્ય રીતે જેને બોલવાની છટા, વક્તત્વકળા જેને કહેવામાં આવે છે, એ સારી હોય એટલે સમાજમાં બહુભાગ જીવો એના વ્યામોહમાં આવે છે. અને વારંવાર સાંભળવાની ઇચ્છા રાખે છે. સામો (જીવ) જ્ઞાની છે કે અજ્ઞાની છે એ તફાવત વાણી ઉપરથી બહુભાગ