________________
પર
રાજહૃદય ભાગ-૧૩ એક જ વિચારવા જેવો હોવા છતાં કેટલા પડખાંથી એ વિચારે છે એ .. વગેરે એ વિષયનો ખુલાસો ૬૫૧માં કરશે. એમાં પણ નીચે લખ્યું છે કે “જુઓ આંક ૬૫૧' નીચે ફૂટનોટમાં નાખ્યું છે. ૬૫૧માં ફૂટનોટ છે એમાં જુઓ આંક ૬૪૫ લખ્યું છે.
મુમુ
પૂજ્ય ભાઈશ્રી – સાથે લેવો છે એમ? સાથે લઈ લઈએ. પછી બે પત્રો બાકી રહેશે. ૧, ૨, ૩, ૪, પ પત્રો વચમાંથી છોડીને ૬ પત્ર ૬પ૧મો છે. એ પત્ર પણ સોભાગભાઈ ઉપર લખ્યો છે.
પત્રાંક-૬૫૧
મુંબઈ, કારતક, ૧૯૫ર જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાકય “સમજીને શમાઈ રહ્યા તેનો અર્થ છે.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાકય સમજીને શમાઈ ગયા' તેનો અર્થ છે.
પર્યાયાંતરથી અથતર થઈ શકે છે. વાસ્તવ્યમાં અને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.
આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. *જુઓ આંક ૬૪૫