________________
૬૫
પત્રાંક-૬૫૧ ત્યાં સુધી એને તો જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. એના બદલે નિર્ણયો બધા પોતે લઈ લ્ય છે. આ આમ કરવું જોઈએ, આ આમ ન કરવું જોઈએ. આ આમ કરવું જોઈએ અને આ આમ ન કરવું જોઈએ. કર્તવ્ય-અકર્તવ્યનું એને તો ભાન નથી. છતાં પોતે પણ જે નિર્ણયો લ્ય છે એ બધા સ્વચ્છંદપણે ત્યે છે.
જાણવાને પ્રતિબંધક અસત્સંગ,” જાણવાનો પ્રતિબંધક એવો જે “સ્વચ્છેદ અને અવિચાર....” એટલે ઊંધો વિચાર. લાભાલાભને ન સમજી શકે. પોતાના જ લાભ-અલાભને જે સમજી શકતા નથી એ અવિચાર છે. આપણે નથી કહેતા ? આ માણસ અવિચારી છે. પોતાને નુકસાન કરે છે એ સમજતો નથી, અવિચારી માણસ લાગે છે. એ જગતના વ્યવહારનો લૌકિક લાભ-નુકસાન છે. અહીંયાં આત્માનું અહિત થાય છે માટે તેને અવિચાર કહેવામાં આવે છે. તેનો રોધ કર્યો નહીં.” એટલે એને અટકાવ્યા નહિ. એ પ્રકારને અટકાવ્યા નહિ.
જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐકય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. એવો જે નિર્ણય છે એ પ્રસિદ્ધ નિર્ણય છે કે શા માટે આ જીવ સમજીને શમાય રહેવા સુધી પહોંચ્યો નહિ. “અત્રેથી આરંભી.... એટલે અહીંથી શરૂ કરીને ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. અહીંથી આરંભીને એટલે સદ્દગુરુની આજ્ઞામાં રહીને, ત્યારપછી પાત્રતામાં આવીને, જેટલી એની ઉપર ઉપરની મુમુક્ષુતાની ભૂમિકા છે, એ ઉપર ઉપરની ભૂમિકામાં ઉપાસના કરવામાં આવે. ઉપાસના કરવામાં આવે, હોં! જાણવામાં, વિચારવામાં આવે એમ નહિ પણ ઉપાસના કરવામાં આવે.
મુમુક્ષુ – પ્રયોગમાં...
પૂજ્ય ભાઈશ્રી :- એમ જ વાત છે. વિચારીને અટકી જાય એ વાત નથી. સમજીને અટકી જાય એ વાત નથી.
ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. તો અવશ્ય એ સમજીને શમાય ત્યાં સુધી પહોંચે. પહોંચે તે પહોંચે. આ તો સ્વભાવવાત છે. સ્વભાવમાં કયાંય ફેર પડે નહિ, સ્વભાવમાં કયાંય ફેર પડે નહિ. અગ્નિ કદિ શીતળતાને પામે નહિ, બરફ કદિ ઉષ્ણતાને પામે નહિ. આ સ્વભાવવાત છે. સ્વભાવના રસ્તે ચડે, સદ્દગુરુઆજ્ઞાએ જે રીતે રસ્તો બતાવે એ રસ્તે સ્વભાવના રસ્તે ચડે (અને) ન પામે એ ન ભૂતો ન ભવિષ્યતિ. બને જ નહિ એમ કહે છે. Guranteed વાત છે. પોતે Gurantee આપી જ છે ને ! એક