________________
૬૮
રાજહૃદય ભાગ-૧૩ ધ્યેય જ્યાં બદલી જાય ત્યાં બધું સહેજે સહેજે પછી એ જ રસ્તે જે ધ્યેય બાંધ્યું. હોય એ જ રસ્તે એને સહેજે સહેજે પગ વળે. પરિણામની ચાલ. પગ વળે એટલે પરિણામની ચાલ. આપણે જ્યાં જવું હોય ત્યાં સહેજે સહેજે પગ વળે છે કે નહિ? તો સહેજે સહેજે એ બાજુ પગ વળવા માંડે. પહેલી વાત એવી છે કે એણે નિર્ણય કરી લેવો જોઈએ કે મારા જીવનનું ધ્યેય શું છે? આખરમાં મારે કરવું છે શું ? આ » નિર્ણયમાં લેવી જોઈએ. જ્યાં સુધી એ વાત પાકી ન થાય ત્યાં સુધી કોઈ વાસ્તવિક શરૂઆત થતી નથી.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી - જ્યાં સુધી નિર્ણય ન બાંધે ત્યાં સુધી શરૂઆત નહિ થાય. અને કોઈ એમ માને કે મેં શરૂઆત કરી લીધી છે અથવા હું શરૂઆત કરીને આગળ પણ વધ્યો છું, એ બેય વાત ભ્રમણાયુક્ત છે. શરૂઆત સંબંધીની એની ભ્રમણા છે અને આગળ વધ્યો છે એ પણ એની ભ્રમણા છે. અવાસ્તવિક છે. બની શકે જ નહિ એવી વાત છે. એ તો બહુ પોતાના અનુભવમાંથી કાઢેલી વાત છે.
દરેક જીવ જ્ઞાનદશામાં અથવા માર્ગે ચઢ્યા પહેલા ઘણી રીતે એણે પ્રયત્ન કર્યો હોય છે, કપોળકલ્પનાએ પોતાની રીતે નિર્ણય લઈ લે છે. પણ જ્ઞાનીની આજ્ઞાએ નિર્ણય લેતો નથી. આ તો જ્ઞાનીની આજ્ઞા જ છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે ગુરુની આજ્ઞા થઈ ગઈ. શરૂઆત કરવી તો આમ થાય અને બીજી રીતે મારે શરૂઆત કરવાની હોઈ શકે નહિ. આ એક એને બરાબર દૃઢ નિશ્ચય કરી લેવો જોઈએ. નહિતર ભૂલવાના હજાર ઠેકાણા છે. ક્યાંય કૃત્રિમતા નહિ થાય, કયાંય અસહજતા નહિ થાય. બધે સહજતા થશે અને ક્યાંય ભૂલ્યા વગર કદાચ નાનીમોટી કોઈ ભૂલ થઈ ગઈ તો નીકળી જતા વાર નહિ લાગે. એ ભૂલમાંથી આપોઆપ જ છૂટી જશે. આ વિષયની આ એક વિશેષતા છે. અને એટલા માટે એક Master key આપી દીધી છે. પહેલી ચાવી આ લગાડજે.
મુમુક્ષુ – ધૃવકાંટો...
પૂજ્ય ભાઈશ્રી :- ધૃવકાંટો. અહીંથી નજર ફેરવીશ નહિ. જેમ ઉત્તરમાં ધ્રુવ છે એની સામું જોઈશ તો દિશા નહિ ભૂલ. એમ તારે દિશા ન ભૂલવી હોય તો આ એક વાત છે.
એ રીતે એ બધા પદ સાચા છે, બધી પર્યાયો સાચી છે, સુગોચર છે, સુગમ છે, સહજ છે. એમાં ક્યાંય શંકા પડે એવું નથી. (અહીં સુધી રાખીએ...)