________________
પત્રાંક-૬૫૧ થયેલું ખેદ સહિત આશ્ચર્ય...” અમને તો આશ્ચર્ય થાય છે, ખેદ પણ થાય છે કે અરે.રે.! જીવ આવી ભૂલ કરે છે ! આવો સુગમ માર્ગ છે કે સદ્ગુરુના ચરણમાં જવાનું છે એમાં ભૂલ કરે છે. એની આજ્ઞામાં રહેવું છે, એમાં ભૂલ કરે છે? આ તે કઈ જાતની વાત છે ? એ ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ.” એમાં પણ સમાધાન કરી લઈએ છીએ કે હોનહાર જીવોનું એવું હોય, જ્યાં હજી એનું પરિભ્રમણ જ ઊભું હોય ત્યાં એને કયાંથી સૂઝવાનું હતું ? પુણ્યયોગે સદ્ગુરુ તો મળ્યા પણ એને બિચારાને સુઝશે કયાંથી ? એમ. એટલે એને પણ અમે શમાવીએ છીએ. “સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.'
મુમુક્ષુ:- .... પૂજ્ય ભાઈશ્રી :- હા, બધા સ. સ. સ. લગાડ્યા. મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી - હા, એ ચાર 3ૐકાર લખ્યા છે.
સપુરુષનો સત્સંગ કરવો જોઈએ, સદ્વિચારણામાં આત્મહિતની વિચારણામાં જીવે આવવું જોઈએ અને ત્યાંથી આગળ વધીને પોતાના સ્વરૂપમાં ઠરી જવું જોઈએ, સમાઈ જવું જોઈએ એ બધી ભૂમિકા જે આવે છે એ ભૂમિકામાં જે જે પદમાંથી જીવ પસાર થાય છે. તે બધા પદ અત્યંત સાચા છે. એ પરમસત્ય છે કે એમાં કાંઈ ફેર પડતો નથી. જે માર્ગે આગળ વધાય છે એ જ માર્ગે આગળ વધાય છે. એ જ પરમસત્ય છે. એમાં કાંઈ ફેરફાર વિચારવા જેવો નથી, કોઈ શંકા પણ, સંદેહ પણ કરવા જેવો નથી.
તે પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સહેલાઈથી સમજી શકાય એવા છે. ગમ પડે એવું છે. સહેલાઈથી અને સરળતાથી એ સમજી શકાય એવા છે. પણ સરળતા હોય તો. સરળતાએ કરીને એ સમજી શકાય છે. અસરળતા કરે તો જીવ એ વાતને ન સમજે અને વિપરીત માર્ગ પકડી લે. સુગોચર છે... એટલે સારી રીતે અનુભવગોચર છે, સમ્યફ પ્રકારે તે અનુભવગોચર છે. અને “સહજ છે....” ક્યાંય કૃત્રિમતા નથી. જુઓ ! બધી ભૂમિકા સહજ લીધી છે. સત્સંગ પણ સહજ સદ્વિચાર પણ સહજ અને ત્યારથી આગળ ચાલો તો બધા પર્યાયો પણ સહજ જ થાય છે. સહજતાથી ..
જ્યાં જીવને પોતાના જીવનનું ધ્યેય એક બદલી જાય, એક પોતાના જીવનનું