________________
૫૦
રાજય ભાગ-૧૩
એણે ધ્યેય બાંધ્યું છે. ધ્યેય બાંધ્યાનું એ લક્ષણ છે. જો એવી રીતે Automatic સહજ પરિણામો ઉત્પન્ન થઈને વૃદ્ધિગત થતા ન જાય અને સહેજે જાગૃતિ ન રહે તો સમજવું કે હજી ધ્યેય બાંધ્યું નથી. એમ છે.
આ વખતે એ ચર્ચા બહુ ચાલી. ધ્યેય બાંધવામાં શું કહેવું ? અને કઈ રીતે ? એ તો કહ્યું છે કે ક્યારે જીવે કાર્યક્ષેત્ર બદલ્યું છે. સંસારના કાર્યોથી એક બીજી જાતનું આ કાર્યક્ષેત્ર છે. સંસારિક કાર્યો છે એનાથી આ એક બીજી જ જાતનું કાર્યક્ષેત્ર છે. તો શા કારણથી છે ? શું જોઈએ છે અને છે ? કયા લક્ષે છે ? ટૂંકામાં કયા લક્ષથી છે ? જરા તપાસી જુઓ કે આમ આ ક્ષેત્રમાં આવવા પાછળ કયા લક્ષે આવવું થયું ? આ જરાક પોતાને તપાસવાની (જરૂર છે).
જો આ ધ્યેય સિવાયનું બીજું કાંઈ લક્ષ હોય તો એ આત્માને નુકસાનકારક છે એમ સમજીને એ લક્ષ છોડી દેવું જોઈએ. એટલે ‘ગુરુદેવે’ લક્ષ શબ્દ વાપર્યો છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત એવો શબ્દ વાપર્યો છે. કેમકે મારે પૂર્ણ થવું છે એ વાત લક્ષમાંથી છૂટી નથી એને ધ્યેય બાંધ્યું એમ કહેવામાં આવે છે. એ લક્ષ બહાર જાય તો ધ્યેય બાંધ્યું છે એ વાત રહેતી નથી. એમ છે. એટલે એ પ્રકા૨માં આવે તો પરિણતિ પણ સહેજે થાય છે.
આ પરિણતિનો વિષય ત્યાંથી શરૂ થાય છે. એ પ્રકારે સહેજે સહેજે પરિણામ થતાં હોવાથી પરિણિત બંધાય જાય છે. સ્વરૂપપ્રાપ્તિની ભાવનાની પણ પરિણિત બંધાય જાય છે. અને એ પરિણિત બંધાય જાય છે ત્યારે એ કાર્યની સફળતા થવી એ સુગમ છે અને પરિણતિ વિપરીત પડી હોય તો કૃત્રિમપણે ગમે તેટલું બળ કરે પણ એ બળ એનું કામ આવતું નથી.
પરિણતિ છે એ ખીલા જેવી છે. ખીલો જમીનમાં ખોડે છે ને ? હલે નહિ એવો મજબુત. અને જે બાહ્ય પ્રવૃત્તિવાળા પરિણામ છે એ વાછડાના ઠેકડા જેવા છે. માનો માનો કે કોઈ ભક્તિ કરે છે. તો અજ્ઞાનીજીવનો, મુમુક્ષુજીવનો ભક્તિનો એવો ઉપયોગ દેખાય કે શું ભક્તિ કરે છે ! શું ભક્તિ કરે છે ! પરિણતિ છે ? આ સવાલ છે. કોઈ ઠેકડો મારે એની તાકાત વધારે ? કે ખીલો હલે નહિ એની તાકાત વધારે ? એની પરિણતિનો ખીલો હલતો નથી. ઠેકડા બધા નકામા જાય છે. પરિણિત જેની મજબુત છે એને વિરૂદ્ધ ઉપયોગ જાય તો પણ નકામો જાશે. કેમકે પરિણતિ એટલી મજબુત છે, તાકાત બધી એટલે મુમુક્ષુને તો અવશ્ય પરિણતિ કરવી ઘટે છે, પરિણિત થવી ઘટે છે. અને તે સાચા ધ્યેય વિના, સાચી ભાવના વિના પરિણતિ (થાય નહિ). (સમય થયો છે...)