________________
૪૮
રાજય ભાગ-૧૩
છું માટે મારે શાસ્ત્રવાંચન કરવું જોઈએ, હું મુમુક્ષુ છું માટે માટે દેવદર્શન કરવા જોઈએ. હું તો મુમુક્ષુ છું ને માટે મારે દયા, દાન આદિ કરવા જોઈએ. એમ હું આમ છું માટે મારે આમ કરવું જોઈએ એમ વાત નથી રહેતી. જેણે ધ્યેય બાંધ્યું એને એ પરિણામ સહજપણે આવ્યા જ કરે. એને કરવું જોઈએ એ વાત નથી. આવ્યા જ કરે એને. એને આવતા રોકી ન શકાય. એવી એક સહજતાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ આવે છે. એ સહજતા આગળ વધીને અકર્તાપણામાં પરિણમી જાય છે. એટલે અકર્તાપણું જે મોક્ષમાર્ગમાં શરૂ થયું એને અનુસરતી Line એની મુમુક્ષુની ભૂમિકામાં હોય. અને એવા પ્રકારની પદ્ધતિ પરિણમનની હોય એ સહજ સ્વભાવિક સહજતામાં અકર્તાપણામાં આવે. એમ છે.
જ્ઞાની કોણ થાય ? કે જ્ઞાનીને થવા યોગ્ય એવા જેના પરિણામ હોય તે જ્ઞાની થાય. એના ચારે બાજુના બધા પડખાં એની સાથે મેળ ખાતા હોય છે. આવી એક સહજતા ઉત્પન્ન થાય છે. આપણે આ પ્રશ્ન આવે છે ને ? હમણાં પ્રયોગનો વિષય થોડો ચર્ચાય છે, જે લોકો આમાં રસ લે છે એ એક ફરિયાદ લઈને આવે છે. આ આપણા (એક મુમુક્ષુભાઈએ) ચર્ચામાં એ જ વાત કાઢીને ? પ્રયોગ કરવા જઈએ છીએ પણ ક્યારેક થાય છે અને થઈ શકતો નથી. એટલે એમાં શું વિચાર્યું છે ? કે એ વાત સાંભળીને પ્રયોગ કરવો જોઈએ માટે કરવામાં આવે છે. સહજ પ્રયોગ થાય છે એ પરિસ્થિતિ નથી. સહજ હોય તો સહેજે સહેજે ચાલ્યા કરે. કરવો જોઈએ અને કરે અને સહજ થાય એ બે વચ્ચે ફરક છે. એકમાં કૃત્રિમતા છે, એકમાં સહજતા છે. માર્ગ કૃત્રિમતાનો નથી, માર્ગ સહજતાનો છે એમ છે ખરેખર. મુમુક્ષુ :– પ્રયોગ નહિ થવાનું કા૨ણ ધ્યેય નથી બાંધ્યું ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમ જ છે. ધ્યેય બંધાણું હોય તો Automatic જ પરિણામ ચાલે. જાગૃતિના, પ્રયોગના, ભાવનાના, લગનીના, રુચિના. એ સહેજે જ ચાલે. ક૨વા જોઈએ એમ ન આવે. એ પાયો તે શું ? એ પાયો એવો નંખાય છે, ધ્યેયનો પાયો એવો બંધાય છે કે એના ઉ૫૨નું આપોઆપ ચણતર ચાલુ થાય છે. પરિણમન તો સહેજે જ છે. પરિણમન તો કરવું પડે એવી ચીજ નથી. કેમકે પરિણમનશીલ દ્રવ્ય છે. દ્રવ્ય જ પરિણમનશીલ હોવાથી પરિણમન કરવું એ તો પ્રશ્ન જ નથી. પણ આવું પરિણમન કરવું... આવું પરિણમન કરવું... આવું પરિણમન કરવું... એવું જે કરવું... કરવું.. કરવું... છે એ આ Line ને અનુકૂળ નથી. એ આ Line ને અનુકૂળ નથી.