________________
પત્રાંક-૬૪
મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- કેવી રીતે ? એટલે જે સ્વભાવ સુધી નથી પહોંચ્યો, સ્વભાવને ઓળખ્યો નથી એણે શું કરવું? જ્યાં સુધી સ્વરૂપનિશ્ચય નથી થયો અને ઓળખાણ નથી થઈ એને શું થાય? કે જેથી વિપર્યાસ ન ઘૂંટાય ? વિપરીતતા ન આવે ? પર્યાયને સુધારવી છે છતાં કર્તુત્વભાવે નહિ. બિલકુલ નહિ. તો એ કેવી રીતે થાય)? કેમ થઈ શકે ? કે એમ થઈ શકે, કે જો એણે ધ્યેય બરાબર બાંધ્યું હોય તો આપો આપ જ એ બધા પરિણામ, એની Line, એનું અનુસંધાન બધું આપોઆપ બેસે. અને આપોઆપ બેસે તો જ એ બરાબર છે, કરવું પડે એમાં કાંઈ બરાબર હોઈ શકે નહિ.
મુમુક્ષુ:- પૂર્ણતાનું ધ્યેય બાંધવું.
પૂજ્ય ભાઈશ્રી :- પૂર્ણતાનું ધ્યેય બાંધે એને આપોઆપ ચાલે. અને જો ન બાંધ્યું હોય તો મારે કરવું જોઈએ, મારે આ કરવું જોઈએ એટલે હું કરું છું. મારું કર્તવ્ય છે અને મને કરવું જોઈએ એટલે હું કરું છું. એટલે બાહ્યક્રિયા સરખી હોય. બેય મુમુક્ષુની બાહ્ય ક્રિયા સરખી હોય. બેય સ્વાધ્યાય કરે, બેય પૂજા કરે, બેય ભક્તિ કરે, બેય દાન દે. બધું કરે પણ બેમાં ફરક છે. એક કરવું જોઈએ એમ સમજીને કરે છે અને એક સહેજે સહેજે એને એ પરિણામ આવે અને એનાથી થઈ જાય છે. એકને પરિણામ થઈ જાય છે, એકને પરિણામ કરવા જોઈએ એવું સમજણથી થતું નથી, કરવાના ભાવે કરે છે, કર્તુત્વભાવે કરે છે. બે વચ્ચે બહુ મોટો ફેર છે.
જેને સહેજે થાય છે એ તે જ Line માં વૃદ્ધિગત પરિણામ કરીને, આગળ વધીને સફળ થશે, મોક્ષમાર્ગ સુધી પહોંચી જશે અને જે કર્તૃત્વમાં આવ્યો છે એ થાકી જશે, એને થાક લાગશે. કેમકે એને આકુળતા થાય છે, આને આકુળતા નથી. આને આકુળતા મટતી જાય છે, ઓલાને આકુળતા થતી જાય છે. એ ટકી નહિ શકે. સહજતા વગર ટકી ન શકાય. કર્તૃત્વમાં કદિ ટકી ન શકાય. આ તો સમજી શકાય એવી વાત છે.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી:- પછી આપોઆપ જ ચાલવા લાગે. તો જ એણે ધ્યેય બાંધ્યું છે એમ કહેવાય. નહિતર એ માત્ર વિચાર થયો છે એમ કહેવાય, ધ્યેય બાંધ્યું છે એમ કહેવાય નહિ Automatic એની Line શરૂ થાય તો એ એનું લક્ષણ છે કે