________________
૬૨
રાજહૃદય ભાગ-૧૩ સમજીને શમાયા. એવું જેને સમજણરૂપ જ્ઞાન થયું, એવો જે મુખ્ય અર્થ છે એની અંદર ઉપયોગને (વર્તાવવો ઘટે. મુખ્ય વાત એ લીધી. એમ કહેવું છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :- પત્રાંક ૬૪૫માં પોતે એટલે તો પ્રશ્ન ઉઠાવ્યા છે. એટલા માટે તો પોતે એટલા પ્રશ્ન ઉઠાવ્યા છે કે કેવી રીતે બે અર્થ નીકળે છે? કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે ?” એટલે અસ્તિવાળું છે એ વિશેષ અર્થવાચક જણાય છે. સમજવા યોગ્ય શું ? કે પોતાનું સ્વરૂપ છે. શમાવું એટલે શું ? કે નિર્વિકલ્પ થવું તે છે. “સમુચ્ચય વાકયનો એક પરમાર્થ શો ? તો આ એક જ પરમાર્થ છે. અસ્તિથી કહો કે નાસ્તિથી કહો. એમાં જ આત્મહિત છે, તેમાં જ આત્માને શાંતિ છે, તેમાં જ આત્માને આનંદ છે. એ એનો પરમાર્થ છે.
અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમા એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.” જો એકવાર પણ આત્મામાં આવી જાય તો પરિભ્રમણની નિવૃત્તિ થઈ જાય, એમ કહેવું છે. અનંત કાળ થયો એમાં આ જીવે યમ, નિયમ ઘણા કર્યા. શાસ્ત્રવાંચન પણ ઘણા કર્યા. છતાં આત્મા સમજાયો અને આત્મામાં સમાયો આત્મા, એવા પ્રકારમાં પોતે આવ્યો નહિ. એટલે પોતાના પરિભ્રમણનો નાશ ન થયો. અને પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહી ગયું.
“સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે... એટલે બને તો અવિનાભાવી જ હોય છે. સમજી અને પોતામાં જે સમાય જાય-એકાગ્ર થઈ જાય. “તે સ્વાનુભવપદમાં વર્તે.” તે પોતાના સ્વરૂપના અનુભવપદમાં, તે દશામાં વર્તે છે. તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. તેનું પરિભ્રમણ અવશ્ય નાશ પામે એ જીવને અનંત સંસાર હોય એવું કદી બને નહિ. એક મરણથી બચવા આકાશપાતાળ એક કરવા છે. એક મૃત્યુ ન થાય તો અભિપ્રાયમાં તો આકાશપાતાળ બેયને એક કરવાની તૈયારી છે. અનંત જન્મ-મરણની વાતમાં જીવ એટલી દરકાર કરતો નથી એ એનું અવિચારીપણું કેટલું છે એ એમાં પ્રસિદ્ધ થાય છે.
પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના. જોયું? એ પરમાર્થ કેમ ન જાણ્યો ? કે સદ્ગુરુની આજ્ઞામાં રહ્યો નથી. આ ભૂલ કરી છે. સદ્ગુરુ અનેકવાર મળ્યા છે પણ પોતે ભૂલ આ કરી છે. એક જગ્યાએ તો પોતે એવું લખે છે કે બાર અંગનું