________________
પત્રાંક-૬૫૧
૬૧
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– એમ જ છે. સમજ્યા એ શમાણા. તો ન શમાણા એનો અર્થ કે એ સમજ્યા નથી. એ તો આપોઆપ જ છે. એ તો આત્મા જ એવો છે. જેમાં નિર્વિકલ્પપણે શમાવું થાય, જેમાં ઠરી જવાય, જેને જોતાં ઠરી જવાય. કોઈ મહાઆશ્ચર્યકારી પદાર્થ બહારમાં જોવે તો માણસનો ઉપયોગ થંભી જાય છે કે નહિ ? ત્યારે આ તો અદ્ભૂતથી અદ્ભુત સિદ્ધ ભગવાનની મૂર્તિ જ છે ! સિદ્ધસ્વરૂપે આખી અરૂપી મૂર્તિ જ છે એ તો. એ અચિંત્યમૂર્તિ અદ્ભૂતથી અદ્ભૂત આશ્ચર્યકારી જે સ્વરૂપ, એને ઉપયોગ જોવે અને એ ઉપયોગ એમાં થંભે નહિ. એવું કોઈ દિવસ બને નહિ. થંભી જ જાય. એવું જ સ્વરૂપ છે. નથી થંભ્યા એનો અર્થ કે એને એ દેખાણું નથી. આ ચોક્કસ વાત છે.
“એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા....' પછી માર્ગની અંદ૨ જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા,..’ અમે કહીએ. એટલે બાકીનો અંશ છે એ વિભાવનો રહ્યો ને ? જેટલું બહાર નીકળાય છે, ઉપયોગ જેટલો બહાર ગયો એ શમાણો નહિ. એટલી સમજણ ઓછી. અહીંયાં સમજણ એટલે એટલી પ્રાપ્તિ ઓછી ગણવી. એમ. એટલી સાધના ઓછી ગણવી. જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે,...' એ એક વિભાગઅર્થ એટલે એનો પેટા અર્થ કર્યો. એટલે એમાંથી શું કાઢ્યું ? વિભાગાર્થ કરીને શું કાઢ્યું ? કે જ્ઞાની તો આની અંદર એક વખત ઠર્યાં. અને ઠર્યા પછી પાછા બહાર નીકળ્યા. તો જે ઠરવાનું ઠામ હતું એમાંથી બહાર નીકળ્યા શું કરવા ? બહાર નીકળવાની એમની ભાવના નહોતી. પણ બહાર નીકળી જવાયું. તો એટલી કચાશ રહી, એટલી કચાશ રહી. એક જગ્યાએ લખે છે, જેટલી કચાશ છે, એટલી ખટાશ છે. કેરી પણ જેટલી કાચી હોય એટલી ખાટી હોય. એમ જેટલી કચાશ છે એટલો વિભાવ ઊભો રહ્યો છે. અને એ વિભાવને એ પોતે કાપતા જાય છે. (જેટલા અંશે શમાયા) એટલા અંશે સમજ્યા, એમ કીધું. અથવા જે પ્રકારે શમાયા એવો વિભાગાર્થ કાઢ્યો. અસ્તિથી એટલું લેવું. એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. વાત વિચારી શકાય એવી છે. એવો ભેદ. વિભાગ એટલે ભેદ. એટલો ભેદ વિચારી શકાય એવું છે.
‘તથાપિ...’ એ મુખ્ય નથી એમ કહે છે. એ વાત મુખ્ય નથી. તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે.’ મુખ્યાર્થમાં એટલે જે અંદરમાં શમાઈ ગયા,
...