________________
પત્રાંક-૬૫૧
૫૯
પૂજ્ય ભાઈશ્રી :– તાપ લાગે તો. ન તાપ લાગે તો જીવને સંસારના વિકલ્પનો ઉત્સાહ પણ ઘણો છે. ૫૨રુચિને કારણે અનેક પ્રકારના કાર્યોનો ઉત્સાહ અને ઉમંગ પણ ઘણો છે. એમાં દુઃખી થતો હોવા છતાં સુખની કલ્પના કરી કરીને વિકલ્પમાં ધોડે(દોડે) છે. એટલે જ્યાં સુધી એને થાક ન લાગે ત્યાં સુધી સહેજે સહેજે ત્યાંથી વિરામ પામવાનું ન બને. થાકે તો અટકી જાય. સહેજે અટકી જાય. કેમકે આમાં થાક લાગે છે. આમ તો વાસ્તવિક થાક લાગે જ છે પણ વિષય બદલી નાખે છે. એક કાર્યમાં થાક લાગે તો બીજા કાર્યમાં જોડાય છે, એમાં થાક લાગે તો ત્રીજામાં જોડાય છે, ત્રીજામાં થાક લાગે તો ચોથામાં જોડાય છે. આમને આમ પવિષય ને પવિષયમાં જીવ વિષય બદલીને થાકતો જાય છે તોપણ પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ થઈને ઠરવું જોઈએ એ પ્રકા૨માં જીવ આવતો નથી. એ દિશા જોઈ નથી. એ દિશાથી અજાણ્યો છે. અને પોતાને કોઈ રીતે એ દિશા સૂઝે તો અવશ્ય ઠરે એવો એ પોતાનો આત્મા પોતાનો વિષય છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- થાક લાગે છે એ બદલે છે. પણ અન્ય અન્ય વિષય બદલે છે. પરિવષય ને પવિષય જ બદલે છે. જેમકે માણસ ભક્તિ કરે, તો ભક્તિ કરતા કરતા થાકે તો વાંચન કરે, વાંચન કરતા કરતા થાકે તો પછી થોડો આરામ કરે. આરામ કરતા થાકે તો બીજું કામ કરે, સૂઈને થાકે તો કામ કરવા લાગે, કામ કરતા થાકે તો સૂઈ જાય. બહા૨ ને બહાર બીજા વિષયો બદલે છે. પોતાના સ્વરૂપમાં ઠરતો નથી. કેમકે એ માર્ગથી પોતે અજાણ્યો છે, એ દિશાથી અજાણ્યો છે. એટલે શું કરે ? એની પાસે બીજો ઉપાય નથી. વિષયો બદલવા સિવાય એની પાસે કોઈ ઉપાય નથી.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– એમાં શું છે કે કોઈ એવા જીવો હોય છે, હળુકર્મી જીવો, આસન્નભવ્ય જીવો કે અરે..! આમનેમ પવિષયમાં ક્યાં સુધી ઠેકડા મારવા ? અહીંયાં ઠેકડા મારું છું તોપણ થાકું છું... આ બાજુ ઠેકડા મારું છું તોપણ થાકું છું... આ બાજુ ઠેકડા મારું છું તોપણ થાકું છું. હવે મારે ક્યાંક મારામાં શાંતિથી ઠરવું છે. હવે મારે શાંત થઈને શમાઈ જવું છે અને એના માટે એ કોઈ રસ્તો શોધે છે. તો જે શોધે છે એને રસ્તો મળે છે. એમ થાય છે.
‘આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા;...
...