________________
૬૦
રાજહૃદય ભાગ-૧૩ આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી, સ્વપણાની માન્યતા હતી તે ટાળી અને પરમાર્થે મૌન થયા. સ્વરૂપમાં શમાઈ ગયા એટલે પરમાર્થે મૌન થયા. “વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો,...’ વ્યવહારની ભાષામાં એમ બોલે. વ્યવહારની ભાષામાં લોકો બોલે એવું જ બોલે. તોપણ એ ખાલી ક્વચિત્ વ્યવહાર એમનો રહ્યો. ‘તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો.” પછી આત્માથી એને પોતાપણું દેખાતું નથી, આત્માથી અભેદપણું દેખાતું નથી. અથવા અજ્ઞાનદશામાં જે દેહાદિ પરપદાર્થમાં પોતાપણું ભાસતું હતું એવું પોતાપણું ભાસતું નથી. જુદા પદાર્થો જુદા જ ભાસે છે.
મુમુક્ષુ:- અમારું છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. અમારું છે, મારું નહિ પણ અમારું છે. બહુવચન વાપરતાને ! કોઈએ પ્રશ્ન કર્યો કે મારું નથી... મારું નથી એમ કહેવાને બદલે અમારું નથી એમ કહો છો ? તો કહે મારું નહિ તે અ-મારું. એ તો વિચક્ષણ બહુ હતા. એવો અર્થ કર્યો.
મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી – હા ચોક્કસ. પત્રોની અંદર આવું તત્ત્વજ્ઞાન (આવ્યું છે).
‘તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.” પરમાં (સ્વપણાની) જે માન્યતા હતી એ અધ્યાસ તૂટી ગયો, છૂટી ગયો. જેવું છે તેવું ભિન્ન ભિન્ન સ્વરૂપ થઈ ગયું. અને પોતાનું જે અચિંત્ય સ્વરૂપ છે એ માત્ર સ્વાનુવગોચરપદ છે. એ સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ ગઈ. એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્યા છે, તે “આત્મભાષામાંથી આવ્યા છે.” “સમજ્યા તે શમાઈ ગયા” અને “સમજ્યા તે શમાઈ રહ્યા' એવી લોકભાષામાં બોલણી પણ થઈ ગઈ છે. તો તે લોકભાષામાં તે બોલવાનું પ્રવર્તે છે. મૂળ તો આત્મભાષામાંથી એ વાત આવી છે.
જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાકયનો સારભૂત અર્થ થયો;”” કાઢ્યું ને? કે ઉપર કહ્યું એ પ્રકારે જે આત્મામાં શમણા નહિ તે ભલે આત્મા આત્મા કહેતા હોય કે કરતા હોય પણ જે આત્મામાં શાણા નથી તે ખરેખર આત્માને સમજ્યા નથી. એમ એ વાકયમાંથી સારભૂત અર્થ પણ, નીકળે છે.