________________
૪૧
પત્રાંક-૬૪૩
એટલે આત્મદશા નહિ આવે એમ કહેવું છે. એને ઉદયમાં નિરસપણું. દેવ-ગુરુશાસ્ત્ર-સત્પુરુષ પ્રત્યે ભક્તિ, કષાયરસનું મોળાપણું તે ઉપશમ છે અને ત્યાગ એટલે અન્ય પદાર્થોની રુચિ મોળી થઈ જવી. એ તો એને સહેજે હોવું જોઈએ. એવું સહજપણે ન થઈ ગયું હોય એને આત્મદશા ક્યાંથી આવવાની હતી ? એને તો એથી વિરુદ્ધ જે પરિસ્થિતિ છે એમાં તો આત્મદશા ઉત્પન્ન થવાનો કોઈ અવકાશ હોતો નથી.
એવું ‘સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” આવી શકે નહિ. પણ શિથિલપણાથી, પ્રમાદથી...’ એટલે આવી વાતો સમજવા મળે છે, સાંભળવા મળે છે તોપણ પોતાના શિથિલપણાને લીધે પોતે એ વિષયમાં બળવાન પરિણામ નથી કરતો, શિથિલ પરિણામ રહે છે અને પ્રમાદ એટલે એ વિષયની જાગૃતિ નથી, અજાગૃતિ છે. એને લઈને એ વાત તો જાણે ભૂલાઈ જવા જેવી હોય છે. જાણે એવું કાંઈ ક૨વાનું છે કે કેમ એ જ વાત રહેતી નથી.
અથવા જેમ સંપ્રદાયની અંદર જીવ કોઈ ને કોઈ ક્રિયાના ચોકઠામાં ગોઠવાય જાય છે. કોઈ તપશ્ચર્યાના બહાને, ઉપવાસ આદિ કે એકાસણા આદિ કે એવી કોઈ ક્રિયામાં પડી જાય છે, તો કોઈ સામાયિક પ્રતિક્રમણની ક્રિયામાં પડી જાય છે, એવી રીતે કોઈ જપ-તપની ક્રિયામાં પડી જાય છે. એવી જ રીતે અહીંયાં પણ કાંઈને કાંઈ ક્રિયાની અંદર જીવ ગોઠવાય જાય છે કે ભાઈ ! આપણે રોજ આટલું તો કરવું જોઈએ. રોજ સ્વાધ્યાય તો કરવો, રોજ પૂજા-ભક્તિ તો કરી લેવા આપશે. એવી રીતે જીવ ગોઠવાય જાય છે અને પોતાને અંદરમાં કાંઈ લાભ થયો કે નહિ ? આત્મશુદ્ધિ થવાની દિશામાં કાંઈ પ્રયત્ન ચાલે છે કે નહિ ? એની કાંઈ જાગૃતિ ન રહે એનું નામ પ્રમાદ છે. ગોઠવાય જાય એ પ્રમાદ છે. જાગૃતિ વિના એ બધી જે કાંઈ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓને પ્રમાદ કહેવામાં આવે છે. અને એમાં આત્મહિત વિસ્તૃત થઈ જાય છે.’ એ Postcard લખ્યું છે ખાલી. મુમુક્ષુઓને ત્રણ લીટીમાં એ વાત કરી છે. ૬૪૪મો પત્ર પણ ‘અંબાલાલભાઈ’ ઉ૫૨નો છે.
મુમુક્ષુ – ...
પૂજ્ય ભાઈશ્રી :– એમાં તો શું છે કે ગુણ પ્રત્યેનું બહુમાન. ભગવાનની ભક્તિ કરે એટલે પદ ગાય એનું નામ ભક્તિ નથી. ચાલો આપણે ભગવાનની સામે બેસીને બે પદ ગાઈ નાખીએ એટલે ભક્તિ થઈ ગઈ, એમ નથી. ભગવાનના સ્વરૂપનું સ્મરણ થવું, એમના ગુણોનું સ્મરણ થવું. એમની દશામાં જે ગુણો