________________
પત્રાંક-૬૪
૪૫ છે એ પ્રસંગની પણ એને કિમત ન આવે. કિંમત ઓલી પડી છે માટે.
જગતના પદાર્થોની કિંમત પડી છે તો એને આત્મસ્વરૂપમાં રહેલા સુખની કિમત નહિ આવે અને સત્સંગની પણ એને કિંમત નહિ આવે. (એને એમ થાશે કે) ઠીક છે હવા એવી બધી વાતો ત્યાં થાય છે. આપણે ઘણીવાર સાંભળી છે, ઘણીવાર વાંચી છે. એ બધું આપણા ખ્યાલમાં છે. પછી તો જેમ બાળકને ગમે તેવું સારું રમકડું આપ્યું હોય પણ જો જૂનું થઈ જાય પછી એને રમવું ગમે નહિ. કોઈ નવું રમકડું આપો તો એને રમવું ગમે. સારામાં સારું રમકડું હોય તોપણ ફેંકી દે. એમ તેની તે વાત એને લાગે કે આ તો બધી એની એ વાતો છે. આત્મા-આત્મા કર્યા કરે છે, વૈરાગ્ય-ઉપશમની વાત કર્યા કરે છે, પુરુષની વાત કર્યા કરે છે. આવું તો અમારામાં પણ છે અને આપણને આ બધી ખબર છે. આ બધું આપણે જાણીએ છીએ. એ જાણે જૂનું રમકડું થઈ ગયું. હવે કાંઈક નવું મળે તો રસ પડે, નહિતર આનો રસ ખોઈ બેસે.
મુમુક્ષુ – અનંતાનુબંધીમાં...
પૂજ્ય ભાઈશ્રી :- હા. અનંતાનુબંધીમાં તો છે જ, ઊભો જ છે. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી અનંતાનુબંધીમાં તો ઊભો જ છે પણ એની રુચિ ... થઈ જાય છે ત્યારે એને સતુ અને સતુની વાર્તાનો રસ ઘટી જાય છે.
એટલે એમ કહે છે કે જ્યારે કોઈ સત્પરુષના સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય, એટલે કે આત્મપ્રત્યયી ભાવો અથવા વૈરાગ્ય, ઉપશમના ભાવો અથવા આત્મભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્યક્ષેત્રાદિ ઉપાસવાં;” તેવા દ્રવ્યોને ઉપાસવા, તેવા ક્ષેત્રોને ઉપાસવાં. વિરુદ્ધ દ્રવ્યો અને વિરુદ્ધ ક્ષેત્રોને ન ઉપાસવા એમ એમાં આવી જાય છે.
“સાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. અને એકલો હોય, આ ઉદાસીન યોગો લીધા. મુમુક્ષુઓ એવા હોય એના સત્સમાગમમાં રહેવું, સત્સંગમાં રહેવું અથવા એવા ક્ષેત્ર છે-નિવૃત્તિ ક્ષેત્ર એમાં રહેવું. અને જ્યાં વિશેષ કરીને આત્મવૃત્તિને લાભ થાય એ પ્રકારના સંયોગોમાં એને રહેવું.
મુમુક્ષુ – ઉપાસવો એટલે આદરવો ? પૂજ્ય ભાઈશ્રી:- હા, ઉપાસવો એટલે આદરવો. અંગીકાર કરવાનું.
સાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે.” આ તો દરેક કામમાં છે. કોઈપણ નવું કામ શરૂ કરવું હોય, કોઈ નવો ધંધો