________________
રાજહૃદય ભાગ-૧૩ સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે.’ અને મહાપુરુષનો, સત્પુરુષનો સમાગમ ન હોય ત્યારે વૈરાગ્ય અને ઉપશમ જે પ્રકારે વર્ધમાન થાય એ પ્રકારના સંયોગો વચ્ચે રહેવાનો પ્રયત્ન કરવો. ઉપાસવાનો અર્થ એ છે. એમના લખાણમાં મુખ્ય વાત એ છે કે એ માત્ર વિચા૨ ક૨વાનું નથી કહેતા. ઉપાસવું, અંગીકાર કરવું એમ કહે છે. એની ઉપાસના કરવી. એટલે ભલે પુણ્યયોગે બધી અનુકૂળતાઓ હોય તોપણ ઉપાસના એનું નામ છે કે એના પ્રત્યે ત્યાગ-વૈરાગ્યથી નિરસપણું કેળવે, એવા પ્રયોગ કરે એને ઉપાસના કરી એમ કહેવામાં આવે છે.
૪૪
મુમુક્ષુ :- ..
પૂજ્ય ભાઈશ્રી :- આવડે છે. અવળી ઉપાસના તો કરે જ છે. અથવા ઉલટો પ્રયોગ કરતા આવડે જ છે. જો જગતમાં પોતાના સંયોગોનો જીવ સંયોગ સંબંધીનો રસ કેવી કેવી રીતે કેળવે છે ? જો પોતાને પુણ્યયોગ ન હોય ને તો બીજાના ? સંયોગોની ચર્ચા ઉપાડી લે. ફલાણા ભાઈ તો એવો સરસ એને વેપાર-ધંધો ચાલે છે. બહુ કમાય છે. અત્યારે તો એમને એવું સરસ થઈ ગયું છે ને. બહુ સુખી થઈ ગયા. હવે એને કાંઈ લેવા-દેવા ન હોય, ત્યાંથી એક પાય-પૈસો મળે એવું ન હોય. પણ બીજાના બહાને પોતાનો રસ કેળવે છે એ વિપરીત ઉપાસના જ છે. એ વિપરીત ઉપાસના કહો કે સંયોગોનો રસ કેળવીને અસંગતત્ત્વની વિરાધના કહો. ખરેખર તો એ અસંગતત્ત્વની વિરાધના છે.
વિાધકભાવમાં કેટલો કેટલો આગળ વધતો જાય છે એનું કાંઈ પોતે ભાન ભૂલીને વર્તો જાય છે. એને એમ કે હું ક્યાં મારા સંયોગોની વાત કરું છું ? પણ બીજાના સંયોગોની વાત કરે છે એની પાછળ તારો અભિપ્રાય શું છે ? કે જ્યાં સુધી જગતના પદાર્થોની મહત્તા તને ભાસે છે, એ પ્રસંગોની, એ વાતોની, એ પદાર્થોની જ્યાં સુધી તને મહત્તા ભાસે છે ત્યાં સુધી એ પદાર્થો તને પણ વ્હાલા લાગે છે, પ્રિય લાગે છે. એ કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. એ સંસારગત વહાલપ હજી ઊભી છે એને. અને જ્યાં સુધી એ સંસારગત વહાલપ ઊભી છે ત્યાં સુધી આત્મામાં આત્માનું નિરાકુળ સુખ રહ્યું છે એ કદિ ભાસ્યમાન થાય નહિ. આત્મામાં આત્માનું સુખ પડ્યું છે એ તો એને ન ભાસ્યમાન થાય, પણ એ ભાસ્યમાન થવા માટે કહેના૨ જે શાસ્ત્રો અને સત્પુરુષના વચનો અને સત્સંગ આદિ જે કાંઈ પ્રસંગ