________________
૨૯
પત્રાંક-૬ ૭૯ માણસો સમજી શકતા નથી. અહીંયાં “કૃપાળુદેવે' એ વિષય ઉપર બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે. અને જીવને પ્રયોજન એટલા માટે એ વાતનું છે કે આ જગ્યાએ જીવ ભૂલે છે તો અજ્ઞાનીની વાણીનું અનુસરણ કરે છે. અથવા તો અજ્ઞાનીને જ્ઞાની માની બેસે છે. અને એ લાભ થવાને બદલે મિથ્યાત્વનું કારણ થઈ જાય છે. એટલે આ વિષય મુમુક્ષુ માટે બહુ પ્રયોજનભૂત છે.
“સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને..” અહીં સર્વ જીવો એટલે સામાન્ય મનુષ્યો લેવા. જેમાં જે મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખે એને બાદ રાખવા. જેને ઓળખાણ પડે છે એને ન લેવા. એટલી અપેક્ષા મર્યાદા રાખીને સર્વ જીવો એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે.” સામાન્ય જીવોને બધાને સમજાય જાય એવી તો પરિસ્થિતિ કે વસ્તુસ્થિતિ પણ નથી. એ વાત યથાર્થ છે; કેમકે.” કેમ યથાર્થ છે?
કિંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે...” શાસ્ત્ર વાંચીને અથવા જ્ઞાનીને સાંભળીને, જ્ઞાનીના વચનોનું અધ્યયન કરીને, જેમ જ્ઞાની કહે એમ જ પોતે કહે. એવું થઈ શકે છે. એવી આવડત હોય છે. એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી.” જ્ઞાનીના વચનો અને અજ્ઞાનીના વચનો એકસરખા દેખાવાથી, જણાવાથી “શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. સામાન્ય મનુષ્યો તો જ્ઞાની માને પણ મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે.”
હવે સામાન્ય મનુષ્યો તો ભૂલ કરે. કેમકે એને એવો વિષય નથી, ઊંડા ઉતર્યા નથી. પણ મુમુક્ષુમાં પણ જો એની મુમુક્ષતા મંદ છે, એને પણ આ ભૂલ થવાનો સંભવ છે. પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈને પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી.” ઉત્કૃષ્ટ મુમુક્ષુ ઘણું કરીને આવી ભૂલમાં નથી આવતો. એને ખ્યાલ આવી જાય છે કે વાત જ્ઞાની જેવી કરે છે છતાં આ કહેનારની પાસે આ જ્ઞાન નથી. એ વાત એ સમજી શકે છે. કેવી રીતે સમજી શકે છે એનો વિસ્તાર પોતે કરશે. પણ આટલો ફેર સામાન્ય માણસ અને મંદદશાવાન તો ભૂલ ખાય. એમાં કાંઈ સવાલ જ નથી.
મુમુક્ષ :- મંદ દશાવાન એટલે શું ?
પૂજ્ય ભાઈશ્રી - મંદ દશાવાન એટલે નિજ હિતની સાવધાની જેને ઉપર ઉપરની છે. આત્મહિતની, આત્માર્થિતા જેને કહીએ એ ઉપર ઉપરની વાત છે.