________________
પત્રાંક-૬૭૯
૨૭
જે જ્ઞાન સ્વાનુભૂતિને આવ૨ણ કરે તે જ્ઞાનને આવિરત જ્ઞાન કહે અને ભલે અલ્પ ઉઘાડ હોય તોપણ સ્વાનુભૂતિમાં નિરાવ૨ણ થઈને સ્વાનુભવ થાય તો તેને નિરાવરણજ્ઞાન કહી શકાય છે. એની અધ્યાત્મની અંદર જુદી ગણત્રી છે. કરણાનુયોગની અંદર જુદી ગણતરી છે. એકનો સિદ્ધાંત બીજી જગ્યાએ લાગુ પડતો નથી. ચારે અનુયોગમાં, જિનાગમમમાં જે ચા૨ અનુયોગ છે એ ચારે અનુયોગમાં અનુયોગના સિદ્ધાંત છે. એટલે કે ચરણાનુયોગમાં ચરણાનુયોગ અનુસાર, કરણાનુયોગમાં કરણાનુયોગના સિદ્ધાંત, દ્રવ્યાનુયોગમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંત. એ ચારે અનુયોગમાં અધ્યાત્મનો વિષય પણ છે અને અધ્યાત્મના સિદ્ધાંતો એ ચાર અનુયોગથી વિશિષ્ટ પ્રકારના, વિલક્ષણ પ્રકા૨ના અને ચારેય અનુયોગના સિદ્ધાંતથી ઉત્કૃષ્ટ પ્રકારના એથી ૫૨ કક્ષાના છે, ઉપરની કક્ષાના છે. એટલે જ્યાં જ્યાં અધ્યાત્મના સિદ્ધાંતો મુખ્યપણે કહેવાતા હોય, સમજાવાતા હોય કે અધ્યાત્મના સિદ્ધાંતનો વિષય ચાલતો હોય ત્યારે ચારમાંથી કોઈપણ અનુયોગના સિદ્ધાંતને વચ્ચે નાખીને એ અધ્યાત્મના વિષયને Disturb નહિ કરવો જોઈએ. અથવા અધ્યાત્મનો વિષય સમજણમાં જાય અને અનુયોગનો સિદ્ધાંત મુખ્ય થાય એ આત્માને હિતકર નથી. એ આત્માને અહિતકર થાય છે. ભલે ચારે અનુયોગમાં શાસ્ત્રનું જ્ઞાન છે તોપણ તે આત્માને અહિતક૨ છે. કોઈપણ શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે આ એક લક્ષમાં રાખવા જેવો વિષય છે. એટલે અહીંયાં એ એક જ વાતમાં તે બધું સમજવું જોઈએ.
જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે,...' એટલે કે દેહમાં સંયોગ સંબંધ હોવા છતાં મિથ્યાત્વ અવસ્થામાં તન્મયપણે અથવા એકત્વપણે દેહમાં પોતાપણે અનુભવ થાય છે તેને અધ્યાસ કહે છે અથવા મિથ્યાજ્ઞાન કહે છે. એવું જેને મટી ગયું છે. એટલે દેહમાં પોતાપણાનો ભાવ તેને અનુભવાતો નથી. અને અન્ય પાર્થને વિષે...' એટલે કે કર્મના ઉદય પ્રમાણે, વિષય પ્રમાણે જેટલા પદાર્થોનો બીજો સંયોગ થાય, કુટુંબ, પરિવાર, મકાન, આબરૂ, કીર્તિ, વેપાર, ધંધો, સમાજ, દેશ વગેરે જે કાંઈ હોય તે. તે અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી....' કચાંય મારાપણું લાગતું નથી. દેહમાં પણ મારાપણું નથી અને જે કાંઈ પૂર્વ કર્મના
જે કાંઈ પોતાનો ઉદય છે અને પોતાનો સંયોગ છે એમાં પણ મારાપણું નથી. તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે,...' મૂળ સ્વરૂપ જેવું છે એ સ્વરૂપમાં સ્વરૂપાકાર ઉપયોગ પરિણમે. ઉપયોગમાં સ્વભાવ અનુસાર, સ્વભાવ આકારે,
...