________________
૩૪
રાજહૃદય ભાગ-૧૩
એ વિષયમાં સ્પષ્ટીકરણ આવશે. આ કેવી રીતે કહેવા માગે છે ? કે જ્યાં એક નયનો વિષય ઉપયોગાત્મકપણે વિષય કરવો છે, ત્યાં બીજા નયનો વિષય ઉપયોગાત્મકપણે વિષય નથી થતો. વર્તમાનમાં તો પ્રમાણજ્ઞાન છે એટલે બીજા નયના વિષયની સાપેક્ષતા છે જ. પણ ખાલી શબ્દને પકડીને સર્વથા... સર્વથા... સર્વથા.. ઉ૫૨ વજન દઈ રે તો સૂત્ર અનુસાર વ્યાખ્યાન હોવા છતાં પણ એની અંદર એકાંત થયા વિના રહેશે નહિ. કથનની મર્યાદા સમજવી પડે. જ્ઞાનીની વાણીમાં એવું બનતું નથી. વસ્તુદર્શન હોવાથી કોઈપણ વાત કેટલી મર્યાદા લઈને આ જગ્યાએ કહેવાની છે એનો ખ્યાલ એને પડી જાય છે. એનું જ્ઞાન થઈ જાય છે. જ્ઞાનની આ એક વિશિષ્ટતા છે. એટલે કચારેપણ જ્ઞાન અનુસાર જે વચન ચાલે છે એમાં વિરોધાભાસની ઉત્પત્તિ થતી નથી, અવિરોધ વાણી આવે છે.
એવી જ રીતે નિશ્ચય વ્યવહા૨ છે. નિશ્ચયનો વિષય તદ્દન જુદો છે, વ્યવહા૨નો વિષય તદ્દન જુદો છે. અને બંને જુદા છે એમ નહિ, વિષયવિરોધ છે એમ કહેવાય છે. નિશ્ચયનયને અને વ્યવહારનયને વિષયવિરોધ છે. પણ જિનવાણી એને કહેવાય છે કે જ્યાં વિષયવિરોધ ટળી જાય છે. વિષય વિરોધ રહેતો નથી. અવિરોધપણું ... એ રીતે એ વાણી વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે અને ૫૨માર્થને સાથે સાથે સાધે છે. પાછું એકલી કાંઈ કથંચિત્ સ્યાદ્વાદની શૈલી આવડી જાય છે એવું પણ નહિ. સાથે સાથે પરમાર્થને સધાય છે. એવી જે પ્રયોજનની સિદ્ધિ છે એ જળવાઈને જરા પણ વિરોધાભાસી વાણી ન હોય, એવી વાણીને અવિરોધ વાણી કહે છે અને એ જ્ઞાનીને જ હોઈ શકે છે, અજ્ઞાનીને હોતી નથી. કેમકે એનું વસ્તુદર્શન નથી. ક્યાંક તો વિરોધ થઈ જ જશે. કાં તો એ પોતાની જ વાતને કાપશે. એ થયા વગર રહેશે જ નહિ.
એટલે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક,..' હોય છે. આત્માનું પ્રયોજન સિદ્ધ થાય એવો એમાં ઉપદેશ હોય છે. આ એનું ખાસ ચિહ્ન છે. કાંય આત્મહિતને ઠેસ વાગે, આત્મપ્રાપ્તિની ભાવનાને ઠેસ વાગે, આત્મભાવનાથી વિરુદ્ધ જાય એવો ઉપદેશ જ્ઞાનીની વાણીમાં ન આવે. આત્મભાવનાને કાંય ઠેસ ન વાગે. ઉલટાની આત્મભાવના વધે. ભાવના તો મૂળ ચીજ છે ને. છેક કેવળજ્ઞાન સુધીનો વિષય કૃપાળુદેવે’ લીધો છે. ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન.' ભાવના વિરૂદ્ધ ન જાય, આત્માર્થ ઉપદેશક જ હોય. આત્મભાવનાથી વિરુદ્ધ જ્ઞાનીની વાણી કદી જતી નથી. પણ આત્મભાવનાને પોષક