________________
રાજહૃદય ભાગ-૧૩ (શકતો). કેમ ? કે એ પોતે જ પોતાના સ્વરૂપને વિષે જાગૃત નથી. એ જાગૃતિનો વિષય એના Toneમાં કેવી રીતે આવશે ? તે ધ્વનિ નહિ આવે. શબ્દો આવશે તોપણ એનો Undertone ખલાસ છે એની અંદર, એ ધ્વનિ નહિ હોય, Force નહિ હોય.
આમાં શું છે કે જે વિષય ઉપર રસ અને વજન હોય છે તો વાણીમાં પણ એ વિષયનો Force ઊભો થાય છે. એ વસ્તુ કુદરતી છે. ભાવ અનુસાર ભાષા. એ અજ્ઞાની લાગે ક્યાંથી ? પોતાની જાગૃતિ નથી, પોતાને રસ નથી તો એ જાતનું એની વાણીની અંદર જોર નહિ આવે. એટલે અજ્ઞાનીની વાણી એ તત્ત્વથી ખાલી હોય છે. જ્ઞાનીની વાણીમાં આત્માને જાગૃત કરનાર નથી લીધું, સતત જાગૃત કરનાર હોય છે. કેટલી વાત સ્પષ્ટ લખી છે અને એકદમ Practical લખી છે. સતત જાગૃત કરનાર હોય છે. જ્ઞાનીની વાણી એ હોય છે કે આત્માને સતત જાગૃતિમાં લઈ આવે. એવી જે વાણી જેના લક્ષણ છે એ જ્ઞાનીની વાણી છે. અને ત્યાં એ વિષય જ્ઞાનીને ઓળખીને, ઓઘસંજ્ઞાએ નહિ પણ ઓળખીને એનું બહુમાન ને ભક્તિ કરે. ઓળખ્યા વગર ઓઘે આઘે બહુમાન, ભક્તિ કરે તો એની સાર્થકતા થતી નથી. સમય થયો છે, અહીં સુધી રાખીએ.
અન્ય પદાર્થને ગ્રહણ કરવારૂપ ભાવ, જે ઈચ્છા, તે જ્ઞાનને આવરણ કરે છે, તેથી કેવળ-નિરાવરણ-જ્ઞાન થયા પહેલા જે પૂર્ણ વીતરાગતા અર્થાત્ સંપૂર્ણ નિરીચ્છક ઉત્પન્ન થાય છે. આમ થયા વિના કદી કોઈને કેવળજ્ઞાન પ્રગટ થાય નહિ. તેમ છતાં જેઓ ગૃહસ્થાદિ દશામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ માને છે, તેઓ અધ્યાત્મની પ્રાથમિક ભૂમિકાની સમજથી પણ અજાણ છે. તેમ સમજવા યોગ્ય છે.
(અનુભવ સંજીવની-૧૫૦૨)