________________
_૩૧
પત્રાંક-૬૭૯ શકે. Comparative જ્ઞાન એનું બરાબર હોય તો એને તુલનાત્મક જ્ઞાન કહેવામાં આવે છે.
એક વિચાર કરીએ કે, સામાન્ય રીતે દરેક ધર્મમતોમાં પાપકર્યો અને પાપ પરિણામનો નિષેધ છે. અને શુભકાર્યો, સારા કાર્યો અને એ જાતના પરિણામનો નિષેધ નથી. આ તો દરેક સંપ્રદાયનો એક સામાન્ય વિષય આ છે જ. પછી કુરાન તમે લ્યો તોપણ એમ કહે છે. એ વાત તમને મળવાની. અને તમે બાઈબલ લ્યો તોપણ એમાંથી એ વાત મળવાની. તમે ગીતા લ્યો તોપણ, રામાયણમાંથી પણ એ વાત મળવાની અને જૈનશાસ્ત્રમાંથી પણ એ વાત મળવાની. છતાં તુલનાત્મકદષ્ટિએ એનો અભ્યાસ કરવામાં આવે તો જૈનદર્શનની ઉત્કૃષ્ટતા, વેદાંતદર્શનની બીજા અન્ય દર્શનો કરતાં ઉત્કૃષ્ટતા, જૈનદર્શનની સામે એની ઉત્કૃષ્ટતા નથી પણ બીજા દર્શન કરતાં એની ઉત્કૃષ્ટતા (છે). એ તુલનાત્મકજ્ઞાન જેને હોય, તુલનાત્મક દૃષ્ટિ હોય એ જ એ વાત સમજી શકે છે. નહિતર નથી સમજી શકતા. એને બધું સારું જ લાગે. આમાં પણ સારું છે. ધર્મમાં તો બધી સારી જ વાત હોય ને. ધર્મમાં કાંઈ ખરાબ વાત થોડી હોય. પણ તુલનાત્મક દૃષ્ટિએ એવો વિચાર કરવામાં આવતો નથી.
એમ શુષ્કજ્ઞાનીની વાણીનો આશય અને જ્ઞાનીની વાણીનો આશય, એમાં તુલનાત્મક દૃષ્ટિએ બહુ મોટો ફરક છે. એ વિષય વિચારીએ આપણે કે જ્ઞાનીની વાણીમાં વીતરાગતા ઉપરનું વજન ઘણું છે. “તેહ શુભાશુભ છેદતા ઊપજે મોક્ષ સ્વભાવ (ગાથા-૯૦) તો મોક્ષ ઉપરનું, મોક્ષમાર્ગ ઉપરનું કે જેમાં વીતરાગતા રહેલી છે એના ઉપર વધારે વજન છે. ત્યારે બીજી જગ્યાએ અશુભને છોડીને શુભ ઉપરનું વજન આવી જશે. અને એ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે જે અંતર્મુખી આત્માનો પુરુષાર્થ છે એ પુરુષાર્થ પ્રેરક વાણી જ્ઞાનીની હોય છે. જોકે ઘણી વાતો લેશે. નીચે તો પોતે ઘણા મુદ્દાઓ લીધા છે પોતે. પણ જ્યાં આશયને સંબંધ છે ત્યાં જ્ઞાનીની વાણીમાં મુખ્યપણે વીતરાગતાનો આશય છે, શુદ્ધતાનો આશય છે. એ શુદ્ધતાનો આશય જે જ્ઞાનીની વાણીમાં જળવાય છે અને જ્ઞાનીની વાણીમાં એના ઉપર જેટલું વજન આવે છે એટલું વજન અજ્ઞાનીની વાણીમાં આવી શકતું નથી. કદાચ કોઈ અજ્ઞાની નકલ કરવા જાય તો પણ એના અંતર પરિણમનમાં એ ચીજ નહિ હોવાને લીધે, કૂવામાં હોય તો અવેડામાં આવે ને ? જ્યાં કૂવામાં જ પાણી નથી તો અવેડામાં શું ઉતારવાનો છે ? એ વાત લાવી શકાતી નથી.