________________
પત્રાંક-૬૭૯
૨૫
તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન’ છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.’
અત્રે શ્રી ડુંગરે ‘કેવળ−કોટી' સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે; પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમધાન સમાગમે ધા૨શો.
તા. ૭-૩-૧૯૯૧, પત્રાંક – ૬૭૯ પ્રવચન નં. ૨૮૯
‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ, પત્રાંક-૬૭૯. ૨૯મા વર્ષનો આ પત્ર છે. પાનું-૪૯૬. ‘સદ્ગુરુચરણાય નમઃ” એટલું પત્રનું મથાળું છે. આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.’ ‘સોભાગભાઈ' કેટલા પોતાની દશામાં વિકાસ પામ્યા છે એનું વિશેષણ જે શરૂઆતના પત્રોમાં વિશેષણ છે એના કરતા અહીં જુદું છે. ‘આત્મનિષ્ઠ...’ એવું વિશેષણ વાપર્યું છે. નિષ્ઠ-નિષ્ઠા એ શ્રદ્ધાન શબ્દ છે. એટલે આ બાબતમાં એમની શ્રદ્ધા આત્માને અનુસરવા પૂરતી યોગ્ય થઈ ગઈ છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે પ્રથમ શ્રદ્ધાન થાય છે. અને એ પૂર્વભૂમિકા પણ કેટલી યોગ્ય હોય તો તે સમ્યગ્દર્શનની સમીપ ગણાય એ અહીંથી નીકળે છે. એમનો જે છેલ્લો પત્ર હતો... ઘણું કરીને જેઠ મહિનામાં હશે. ૩૦મા વર્ષમાં તો નથી. ૨૯મા વર્ષમાં છે. મુમુક્ષુ :– જેઠ મહિનાનો છે
:
પૂજ્ય ભાઈશ્રી :- હા. આ અષાઢના પત્રો છે. એ તો ૩૦મા વર્ષના... ૩૦મા વર્ષમાં છે. જેઠ વદ ૧૨નો પત્ર છે. આર્ય શ્રી સોભાગે જેઠ વદ દસમના ગુરુવારે સવારે દસ ને પચાસ મિનિટે દેહ...’ ૩૦મા વર્ષમાં છે. એટલે બરાબર એક વર્ષ