________________
રાજહૃદય ભાગ-૧૩
અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચમેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવતને કેવળજ્ઞાન કહ્યું છે, તે કેવળજ્ઞાનને કેવળ-કોટી' કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળજ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે; કેમકે માત્ર જગતજ્ઞાન’ તે કેવળજ્ઞાનનો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દૃષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે. તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છેઃ
આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન’ છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર કેવળ-કોટી' કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચમેં કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે. એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે;