________________ આ અદ્ધિ મને પ્રાપ્ત થઈ નહીં તો પચ્ચક્ખાણ અને મહામંત્રથી રહિત હું મરણ પામીને માનવ પણ ન થાત. - આ પ્રમાણે તે બન્ને પરસ્પર એકબીજાના સુકૃતની પ્રશંસા કરનારા જાણીને શ્રીસૂરચકિ પ્રમુખ ખેચરાધિપે એ તેમની પ્રશંસા કરી. ત્યાં ચિત્રગતિને રૂપ અને ગુણમાં અનુત્તર જોઈને રત્નાવતી કામબાણ વડે વિધાઈ પિતાની પુત્રીને તેવી રીતે જોઈને રાજા અનંગસિંહે વિચાર્યું. અહો નૈમિત્તિક વચન મલ્યું. કારણ કે એણે મારા ખડ્ઝનું હરણ કર્યું. એના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. અને મારી પુત્રી આના પર અનુરાગવાળી થઈ તેથી મારી પુત્રીને જ્ઞાનીએ કહેલે આજ વર થાઓ. “અહી દેવસ્થાનકમાં સંબંધાદિની વાત કરવી યુક્ત નથી.” આવો વિચાર કરીને અનંગસિંહ સપરિવાર પિતાના ઘરે ગયે. સુમિત્રદેવ અને ખેચરોને. સત્કાર કરીને ચિત્રગતિ પિતાની સાથે પિતાના ઘરે ગયો. - અનંગસિંહે સૂરચકિની પાસે એક પ્રધાનને મોકલ્યો. તેણે જઈને તે રાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી. હે, સ્વામી! તમારો પુત્ર ચિત્રગતિ અને મારા સ્વામીની પુત્રી રનવતી બનને રત્ન છે. તેથી આપની આજ્ઞાથી આ બન્નેનો યોગ પાણિગ્રહણ દ્વારા થાઓ. સૂરકિ પણ તે વચનને હર્ષ થી યુક્ત થઈને સ્વીકાર્યું. તે પછી તે બન્નેને વિવાહ મહામહેત્સવ પૂર્વક કર્યો. રત્નાવતીની સાથે ચિત્રગતિ સંસારિક સુખેને ભેગવે છે. છે. ધનદેવ અને ધનદત્તના જીવો ત્યાંથી ચવીને મને ગતિ અને ચપલગતિ નામના તેના બે નાના ભાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust