________________ સન્મુખ જવાનું કુબુદ્ધિવાળાએ શંબળ ગ્રહણ કર્યું. સાધુ ભગવંતે મનમાં વિચાર્યું' આ પિતાને નરકમાં ફેંકીને મને સ્વર્ગમાં મોકલે છે. તેથી આના જે હિત કરનાર બીજે કેણ છે. અને મેં એને રાજ્ય ન આપ્યું તેથી તેને અપકાર મેં કર્યો તેને હું નમાવું છું. આ પ્રમાણે ધર્મધ્યાન ધ્યાતાથકા મહામંત્રના સ્મરણ પૂર્વક તે વેદનાથી આયુષ્ય પૂર્ણ કરીને બ્રહ્મદેવલોકમાં સામાનિકદેવ થયે. પદ્ય ત્યાંથી નાશતા કૃષ્ણ સર્પ વડે ડસાયે છતે તે મરીને સાતમી નરકે ગયે - સુમિત્રના મરણથી ઘણો શોક કરીને મહાબુદ્ધિશાળી ચિત્રગતિ સિદ્ધાયતનની યાત્રા કરવા ગયો. ત્યાં ઘણાં વિદ્યાધરો મલ્યાં. અસંગસિંહ પણ રનવતીની સાથે ત્યાં આવ્યો. ચિત્રગતિએ ભક્તિથી શાશ્વત અરિહંત પ્રતિમાઓની અનેક પ્રકાશથી પૂજા કરી. હવે અવધિ જ્ઞાનથી જાણીને સુમિત્રદેવ ત્યાં આવ્યો. આવીને ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી, સર્વે ખેચર ચિત્રગતિના આ ચમત્કારી સ્વરૂપને જોઈને અતીવ આશ્ચયને પામ્યા. અનંગસિંહે પણ તે પિતાની પુત્રીના વરને જાણ્યો. સુમિત્રદેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો. “હે ચિત્રગતિ! શું તું મને ઓળખે છે?” ત્યારે ચિત્રગતિ બેલ્યો “તમે મોટા દેવ છે. એમ સાંભળીને દેવે પિતાનું સ્વરૂપ બતાવવા માટે સુમિત્રનું રૂપ કર્યું. ચિત્રગતિ તે દેવને પ્રીતિ પૂર્વક આલિંગન કરીને બોલ્યો. “હે મિત્ર ! તારી કૃપાથી મને ધર્મ પ્રાપ્ત થયો. સુમિત્ર પણ બેલ્યો હે ચિત્રગતિ ! તારા મહાસ્યથી તમે આપેલા જીવિતદાનથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust