________________ - બહેનને અમારા સ્વામી લઈ આવશે. એવા વચને વડે તેને આશ્વાસન આપ્યુ.” ચિત્રગતિ શીવ્રતાથી સુમિત્રની બેનની -શુદ્ધિ માટે તૈયાર થયે. પરંપરાથી કમલે હરણ કર્યું છે એમ જાણીને સર્વશક્તિ સહિત તે શિવમંદિર નગરમાં ગયા. ત્યાં જેમ કમલને હાથી ઉખાડીને ફેંકી દે તેમ તેણે કમલને હરાવ્યું. પિતાના પુત્રને પરાભવ જાણીને અસંગસિહ સિંહનાદ કરતા સેનાની સાથે યુદ્ધ માટે આવ્યું. વિદ્યાવડે, સૈન્ય વડે અને ભુજાવડે તે બન્નેને મહાન્ સંગ્રામ થયે. અનંગસિંહે વૈરીને દુજેય માનીને દેવતાએ આપેલા કુલકમથી આવેલ ખડગરનનું સ્મરણ કર્યું. તેજ સમયે શેકડે જવાલાઓથી વ્યાપ્ત દુઃખે દેખી શકાય એવું ખડગરત્ન રાજાના હાથમાં આવ્યું. તેથી સબલ બનીને રાજાએ ચિત્રગતિને કહ્યું: “રે રે બાળક દૂર ચાલ્યો જા નહીં તે કમળ નાળની જેમ તારૂં મસ્તક છેદાશે.” ચિત્રગતિએ કહ્યું " રે રે મૂઢ! લેઢાના ટુકડા જેવા ખડૂગથી ગર્વ ધારણ કરે છે ? પિતાની ભુજાના બળથી રહિત એવા તને ધિક્કાર છે.” એમ કહીને ચિત્રગતિએ વિદ્યાવડે અધકાર કર્યો. સર્વે પણ શત્રએ ચિંતિતની જેમ સ્થિર ઉભા રહી ગયા. તેમને કાંઈ દેખાતું નથી. હવે તે અસંગસિંહ રાજાના હાથમાંથી ચિત્રગતિએ - ખડગને ખેંચી લીધું અને સુમિત્રની બહેનને લઈને પોતાના - સ્થાને આવી ગયે. - ક્ષણ માત્રમાં અંધકાર દૂર થયે છતે અસંગસિંહે Jun Gun Aaradhak Trust