________________ জী হাযুহি গত Ph. : 5 3 , P. (02735) 222486 તે ચિત્રગતિએ “ઠીક છે,” એમ કહીને તેની સાથે કીડા કરતા કેટલાંક દિવસોને સાથે જન્મેલાની જેમ વ્યતીત કર્યા. એકવાર કેવલીભગવંતને વંદન કરવા માટે તે બેય ગયા. કેવલિભગવંતને વંદના કરી. સુગ્રીવ રાજાએ પણ આવીને વંદના કરી. સર્વે જણા દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી ચિત્રગતિએ કેવલિભગવંતને કહ્યું દયા કરવામાં તત્પર આપશ્રી એમને આહંતધર્મને જાણનાર કર્યો તે ઘણું જ સારું કર્યું છે. કુલ પરંપરાથી આવેલ શ્રાવકધર્મને પણ ભૂમિમાં રહેલાં નિધાનની જેમ અત્યાર સુધી મેં જાણે નહીં. ભાગ્યયોગથી સુમિત્ર મને મલ્યા. જેણે આપશ્રીના ચરણકમળ દર્શાવ્યા. એમ કહીને–તે કેવલીભગવંતની પાસે સમ્યકત્વ મૂલ ગૃહસ્થ ધર્મને ગ્રહણ કર્યો. - તે પછી સુગ્રીવરાજાએ કેવલીભગવંતને નમસ્કાર કરીને પૂછ્યું “હે ભગવંત ! મારા પુત્રને વિષ આપીને તે દુછ ભદ્રા કયાં ગઈ?” મુનિભગવંતે કહ્યું: “તે સ્ત્રી પલાયન કરીને પલ્લીપતીને આપી. પલ્લીપતીએ એક વાણિયાને વેચી તે તેની પાસેથી પણ નાસી ગઈ. નાસીને જતા મહાદાવાનલમાં બળતી એવી રૌદ્રધ્યાનથી મરીને પ્રથમ નરકમાં ગઈ. ત્યાંથી ચવીને ચંડાળની સ્ત્રી થશે. ત્યાં પણ ગર્ભ રહે છતે શેક્યની સાથે કલેશ થવાથી તેના વડે છરીથી હણાઈને મરીને ત્રીજી નરકમાં જશે. ત્યાંથી તિર્યંચ નિમાં જશે, આ પ્રમાણે અનંતભમાં તે જીવ દુઃખને અનુભશે. P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhak Trust