________________ જોયું. વિષના વ્યતિકરને જાણીને વિમાનમાંથી ઉતરીને સુમિત્ર કુમારને વિવાવડે મંત્રિતજલથી સિંચન કર્યું. તે જ સમયે આ શું છે? એમ પૂછતે વિષ ઉતરી જવાથી કુમાર ઉભે. થયે. રાજા બોલ્યા, “હે કુમાર ! તારી માતાએ તને વિષ આપ્યું હતું. પરંતુ નિષ્કારણ બંધુ એવા આ મહાપુરૂષે તને વિષરહિત કર્યો છે.” આ પ્રમાણે સાંભળીને હાથ જોડીને સુમિત્રે ચિત્રગતિને કહ્યું. “હે મહાપુરૂષ ! પરોપકાર કરવાવડે તારું ઉત્તમ કુળ તે મેં જાણ્યું તે પણ ઉત્તમ જાતિ આદિની વાત કરીને મારી ઈચ્છાને પૂર્ણ કર, કારણ કે “મહાન પુરૂષના કુળની વાત સાંભળવાની ઈચ્છા કેની ન હોય ! અર્થાત્ હોય જ.” પાસે રહેલા ચિત્રગતિના પ્રધાનપુત્રે વંશાદિક સર્વવૃતાંત કહ્યો. તે સાંભળીને સુમિત્ર હાર્ષિત થઈને કહેવા લાગ્યો. “હે નિષ્કારણ બંધુ! મારી માતાએ તે આજે એ વિષવડે ઉપકાર જ કર્યો છે. નહીં તે આપના દર્શન મને કયાંથી થાત? તમે કેવલ મને જીવિત દાન જ નથી આપ્યું. પણ પચ્ચકખાણ અને નમસ્કાર મહામંત્ર આદિ ધર્મ રહિત મને દુર્ગતિમાં પડતાં બચાવ્યો છે. જીવિતદાન અને ઉપકાર કરનાર એવા આપને આજે હું શું પ્રત્યુપકાર કરું ? આ પ્રમાણે કહીને વિરામ પામેલા સુમિત્રને ચિત્રગતિએ કહ્યું. “સુમિત્ર ! મારે અમારા નગરમાં જવાની ઉતાવળ છે. ત્યારે સુમિત્રે કહ્યું. “હે ભાઈ! સુયશ નામના કેવલજ્ઞાની હમણાં નજીકના પ્રદેશમાં વિચરે છે. તેમને વંદન કરીને તમારું જવું ઉચિત છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust