________________ થોડા જ સમયમાં સ્ત્રીઓને ઉચિત સવે કળાઓને ગ્રહણ કરી. અનુક્રમે યૌવનાવસ્થા પામી. રાજાએ તેના વરની ચિંતાથી એક નિમિત્તિયાને પૂછ્યું. તેણે કહ્યું “હે રાજન ! જે તમારું ખડૂગરત્ન ખેંચીને લઈ લે. અને સિદ્ધાયતનમાં નમસ્કાર કરતાં જેની ઉપર પુષ્પ વૃષ્ટિ થશે તે તમારી પુત્રીનું પાણિગ્રહણ કરશે. રાજાએ વિચાર્યું કે મારું પણ ખગ ખેંચશે તે તે મહા બળવાન સંભવે છે. અહો ! મારી પુત્રીનું કેવું ભાગ્ય. એમ પ્રીતિપૂર્વક મનમાં વિચાર કરીને તે નિમિત્તિકને સંતષિત કરીને રજા આપી. તે સમયે આજ ભરતક્ષેત્રમાં ચકપુરનગરમાં સુગ્રીવરાજ. તેને યશસ્વતી અને ભદ્રા નામની બે પત્નિઓ છે. બંનેને સુમિત્ર અને પદ્ય નામે બે પુત્રો થયા. સુમિત્ર ગુણવાન છે. પદ્મ તે નિર્ગુણ છે. પદ્મની માતા ભદ્રાએ વિચાર્યું આં સુમિત્ર જીવતે હોય તે છતે મારા પુત્રને રાજ્ય નહીં મળે. એમ વિચારીને તે દુષ્ટ બુદ્ધિવાળી ભદ્રાએ સુમિત્રને (ઉત્કટ) તીવ્ર વિષ આપ્યું. વિષથી તે મૂછિત થઈને ભૂમિ ઉપર પડયો. સુગ્રીવરાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું. મંત્ર, તંત્રના અનેક ઉપાય કર્યા. પરંતુ વિષના વેગની શાંતિ ન થઈ. લેઓમાં ભદ્રાએ વિષ આપ્યું એ જાહેર થયું. ભય પામીને ભદ્રા નાશીને કયાંક ચાલી ગઈ. રાજાએ પુત્રને જીવાડવા માટે જિનપૂજા અને શાંતિકારક કાર્યો કર્યા. પુત્રના ગુણાનું સ્મરણ કરીને રાજા શેક કરવા લાગ્યા. સામંતે અને મંત્રિઓ પણ નિરૂપાય થયા. આવા સમયમાં કીડા કરવા આકાશ માર્ગે જતાં ચિત્રગતિ ત્યાં આવ્યું. નગરને શોકાતુર Jun Gun Aaradhak Trust