________________ મૂછ પામ્યું હતું. તમે મને સજજ કર્યો. જેથી તમને ધમને લાભ થાઓ. હે રાજા ! ક્ષણવારમાં નષ્ટ સંજ્ઞાવાળે હું થયો તેમ સર્વની આજ ગતિ છે એમ માનીને કલ્યાણ ઈચ્છનારા મનુષ્ય ધર્મ કરે જઈએ.” તે પછી મુનિ ભગવતે તેને સમ્યકત્વ મુખ્ય છે જેમાં એ કિ ચિત્ શ્રાવકધર્મ પ્રરૂપે, અને તે સાંભળીને ધનવતીની સાથે સમ્યકત્વમૂળ ગૃહસ્થ ધર્મ ધને સ્વીકાર કર્યો. અને પિતાના ઘરે લઈ જઈને ધનકુમારે મુનિભગવંતને અન્નપાન આદિ વહોરાવ્યા અને ધર્મ સાંભળવાના હેતુથી મુનિ ભગવંતને કેટલાક સમય રિકવા માટે વિનંતી કરીને રાખ્યા. પછી ધનરાજકુમારને કહીને મુનિ ભગવત પિતાના સમુદાયને જઈને મળ્યા. - ધનવતી અને ધન બન્ને જણ એક જ ધર્મમાં ' પ્રીતિવાળા હોવાથી પરસ્પર વિશેષ પ્રીતિવાળા થયા. પિતાએ અંત સમયે પિતાના રાજ્ય ઉપર ધનરાજકુમાર રાજ્યાભિષેક કર્યો. તે ધનકુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. એકવાર ઉદ્યાનપાલકે આવીને વિનંતી કરી કે હે. “સ્વામિન! પૂર્વે આવેલ વસુંધર મુનિભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે. રાજા હર્ષિત થઈને ધનવતીની સાથે જઈને વંદન કરી અને દેશના સાંભળીને સંસારથી વિરક્ત થયા. તે પછી પોતાના રાજ્ય ઉપર પિતાના પુત્ર જયંતકુમારને સ્થાપન કરી પિતે ધનવતીની સાથે દીક્ષા ગ્રહણ કરી. ધનકુમારના બે ભાઈઓ ધનદત્ત અને ધનદેવે પણ તેમની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. ધનર્ષિ ગુરૂભગવંતની પાસે તપશ્ચર્યા તથા શાસ્ત્રાભ્યાસ કરતા ગીતાર્થ થયા ગુરૂભગવતે.