________________ વિવાહ થયે. તેમના વિવાહને જોવા માટે દેવતાઓના ઈન્દ્રો પણ આવ્યા હતા. તે નવી પરણેલી ધનવતી સાથે ધનકુમાર સારી રીતે શોધે છે. જેમ ચંદનનું વૃક્ષ નાગવલલીથી, મેઘ વિજળીથી અને કામદેવ રતિથી શોભે તેમ ધન-ધનવતી શોભે છે. ધનવતીની સાથે ધનકુમારને આનંદ વિનોદ કરતા કેટલેયકાળ એક મુહૂતની જેમ પસાર થયેલ એક દિવસ સર્વ અલંકાથી વિભૂષિત થઈને પર્વત જેવા ઘોડા પર આરૂઢ થઈને કુમાર ઉદ્યાનમાં ગયે. ત્યાં ચાર જ્ઞાનના ધણી વસુંધર નામના મુનિને દેશના આપતા જોયા. તેમને ભાવથી વંદના કરીને સ્થાને બેસીને કર્ણને અમૃતપાન કરાવનાર એવી દેશના સાંભળી. વિક્રમધન, ધારિણી, ધનવતી આદિ સર્વ કુટુંબ પણ આવીને મુનિ ભગવંતને વંદના કરીને દેશના સાંભળવા લાગ્યું. દેશના પૂર્ણ થયા પછી રાજા વિક્રમધને મુનિભગવંતને જણાવ્યું કે “હે ક્ષમાશ્રમણ ભગવંત! ધન ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં આંબાનું વૃક્ષ જોયું. અને તેનું ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ ફળ નવવાર અન્ય-અન્ય સ્થાને રોપવા વડે થશે. આ પ્રમાણે પુરૂષે કહ્યું', આને અર્થ કહેવાની આપ કૃપા કરે. કુમારના જન્મથી મારા દ્વારા બીજુ ફળ તે જણાયું. આ પ્રમાણે રાજાના વચન સાંભળીને સમ્યમ્ જ્ઞાનથી મનને ઉપગ મૂકીને તે મુનિભગવંતે દૂર રહેલા કેવલી ભગવંતને પૂછયું “કેવલી ભગવંતે પણ ત્યાં રહેને કેવલ જ્ઞાન દ્વારા નવભવનું શ્રી નેમિનાથ ભગવંતનું સ્વરૂપ કહ્યું. મન:પર્યવ-અવધિજ્ઞાન દ્વારા જાણીને તે મુનિ ભગવંતે P.P. Ac. Gunratnasuri M.S. JUM Gun Aaradhak Trust