________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮
કલશામૃત ભાગ-૩ સૂક્ષ્મ છે. આ શુદ્ધ સ્વરૂપ જે દ્રવ્ય પોતાનું છે તે શુદ્ધ અખંડ આનંદ છે. જે ત્રિકાળી દ્રવ્ય છે તે ચૈતન્ય વસ્તુ છે. એ અભેદ વસ્તુમાં ભેદ કરવો કે- આત્મા ગુણી છે અને આ ગુણ છે તે ભેદ ૫૨દ્રવ્ય છે. ૫૨દ્રવ્યથી પણ લક્ષ હઠાવવું છે. આવી વાત છે. સમજાણું કાંઈ ? પાઠમાં આવ્યું ને ! “ શુદ્ધ સ્વરૂપનો વિચા૨ ક૨વાથી. ” પોતાનું દ્રવ્ય જે વસ્તુ છે તે શુદ્ધ-ધ્રુવ-ચેતન છે. તેમાં એટલે એક દ્રવ્યમાં એવો વિકલ્પ ઊઠાવવો કે– હું આ દ્રવ્ય છું અને હું ગુણથી ભેદરૂપ છું તે પણ વિકલ્પ-૫૨દ્રવ્ય છે.
આજે ચાર બોલ યાદ આવી ગયા છે. અસંખ્ય પ્રદેશી એકરૂપ ક્ષેત્ર તે સ્વક્ષેત્ર છે... અને તેમાં ભેદ–વિકલ્પ વિચા૨વો કે- આ પ્રદેશ આ છે અને આ પ્રદેશ આ છે તે ૫૨ક્ષેત્ર છે. તે એ ૫૨ક્ષેત્ર ઉ૫૨થી પણ દૃષ્ટિ હઠાવવી છે.
બીજું ત્રિકાળી ચીજ છે તે સ્વકાળ છે. અહીં જે શુદ્ધ સ્વરૂપ કહ્યું ને તે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે સ્વકાળ છે અને તેમાં અવસ્થા- પર્યાય હો ! તે પરકાળ છે. પછી તે પર્યાય નિર્મળ હોય તો તે પણ પ૨કાળ છે.
આહાહા ! ત્રિકાળી એક સમયમાં ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેનો વિચાર કરવામાં– જ્ઞાન કરવામાં, વર્તમાન સમયની પર્યાય પણ પરકાળમાં જાય છે. ૫૨દ્રવ્યની પર્યાય પરકાળમાં જાય છે. તે તો ૫૨કાળ છે જ પરંતુ પોતાનું ત્રિકાળી ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ વિચારતાં, એક સમયની પર્યાય પણ ૫૨કાળમાં જાય છે. તે ત્રિકાળી જ્ઞાયકભાવ સ્વકાળમાં જાય છે. આ વાત કળશટીકા ૨૫૨ કળશમાં આવે છે.
66
શુદ્ધ સ્વરૂપ વિચારતાં ” એ વાત ઉ૫૨થી ૨૫૨ કળશ ઉ૫૨ આવ્યા.
કળશ- ૨૫૨. તેનું લક્ષણ છે- સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. ૫૨દ્રવ્ય, ૫૨ક્ષેત્ર, ૫૨કાળ અને ૫રભાવ તેનું લક્ષણ શું?
,,
ઉત્તર:- તેનું લક્ષણ સ્વદ્રવ્ય છે. આ ચોપડા તો તમારા જુદી જાતના છે ને? “ સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ ”, અભેદ શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય છે. “સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ,” અસંખ્યાત પ્રદેશમાં ભેદ પણ નહીં. એકરૂપ ત્રિકાળ સ્વક્ષેત્ર.
સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા; સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજશક્તિ.
66
હવે આગળ કહે છે– “ ૫૨દ્રવ્ય એટલે સવિકલ્પ ભેદકલ્પના ”, દેવ-ગુરુ-શાસ્ત્ર તો પરદ્રવ્ય છે પરંતુ તેની ભક્તિનો ભાવ પણ પરદ્રવ્ય છે. એક નિર્વિકલ્પ દ્રવ્યમાં ભેદ કલ્પના સવિકલ્પ ભેદ કલ્પના તે ૫દ્રવ્ય છે.
પોતાના દ્રવ્ય સ્વરૂપમાં ભેદ કલ્પના વિચારવી તે ૫૨દ્રવ્ય છે.
રાજમલજીએ ટીકામાં ઘણું જ સૂક્ષ્મ લીધું છે. સમ્યગ્દર્શન – અનુભૂતિ કેવી રીતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com