________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬
કલશામૃત ભાગ-૩ તે કર્મનો છે, તે ત્રિકાળી આનંદકંદ પ્રભુના પરિણામ નથી તેમ કહીને વિકારને પરિણામમાંથી કાઢવો છે– છોડી દેવો છે. સમજમાં આવ્યું ? ભાષા તો સાદી છે ભાઈ ! સંસ્કૃત ને વ્યાકરણ ને એવી કઠિન ભાષા નથી. ભગવાન! તારું કામ (કાર્ય) જ સમજવાનું છે. આ સમજવા માટે તો કહ્યું છે. સંતોએ કહ્યું છે તો તે કેમ ન સમજે?
આહાહા ! આગળ જીવ અધિકા૨ના કળશોમાં આવી ગયું કે- દેહ અને આત્માને ભિન્ન કહ્યું તો કોણ નહીં સમજે ? સિદ્ધને નથી કહેતા. દીર્ઘ સંસારી હો તો વાત જુદી છે તેમ જયચંદજીએ કહ્યું. સમયસારમાં પણ આવે છે કે– ‘દીર્ઘ સંસારી. ’ દીર્ઘનો અર્થ શું છે ? જ્યારે અહીંયા તો સમજવાવાળો ભગવાન આત્મા સામે છે ને ! તો તેને તેનું જ્ઞાન થવું સહજ છે, કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા રાગરૂપ છે તે વાત મારી નહીં.
જેમ અહીંયા પાણીનું ઉષ્ણપણું અગ્નિનું કહ્યું, તેમ વિકારને કર્મનો કહીને ભિન્ન પાડી દીધો. સમજમાં આવ્યું ? કર્તાની ભ્રાંતિ નાશ થઈ તો રાગની પર્યાયનો કર્તા કર્મ છે તેવું પણ ન રહ્યું. આહાહા ! આવી વાત છે. કોઈ બૈરા પ્રવચનમાં ન આવ્યા હોય અને તેનો પુરુષ ઘરે જઈને આ વાત કરે... તો તેને એમ થાય કે– કાંઈક ઝીણું કહેતા હતા. તમે
આ શું સમજવા ગયા 'તા ? ભગવાન ! તારા ઘરની વાત છે બાપુ ! અહીંયા તો ભવના અભાવની વાત કહે છે. આ વાત તો એવી જ છે. ભવનો અભાવ ન થાય તો આ ચીજ કેવી ! નરક, નિગોદ અને સ્વર્ગના ભવ તો અનંતવા કર્યા છે.
આઠમા સ્વર્ગનો દેવ જેનું આયુષ્ય ઘણું મોટું છે. પછી તે મરીને પશુની કુંખે અવતરે. ૧૮ સાગરની સ્થિતિ છે. એક સાગરમાં દશ, ક્રોડા-ક્રોડી સાગરોપમ, એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્ય અબજ વર્ષ એવા આયુષ્યવાળો સ્વર્ગનો દેવ. શુભભાવના કા૨ણે સ્વર્ગમાં આવે છે, ( પછી તિર્યંચમાં જાય ). પશુની સંખ્યા ઘણી છે. એકેન્દ્રિય તિર્યંચની સંખ્યા ઘણી છે. આહાહા ! અઢાર સાગરનું આયુષ્ય છોડીનેમરીને ગધેડાની કૂંખમાં, હરણની કૂંખમાં, ગાયની કૂંખે બચ્ચું થાય. ક્યાં અઢાર સાગર ! ક્યાં એ આયુષ્ય અને ક્યાં એ ભવ ! અહીંયા તો ભવનો છેદ ક૨વાની વાત છે. આહાહા ! સમ્યગ્દર્શન વિના કદી ભવનો છેદ થતો નથી. સમજમાં આવ્યું ?
પ્રશ્ન:- વાતો... વાતો કરવાથી થઈ જશે ?
ઉત્ત૨:- વાતોથી (ભવનો છેદ ) નહીં થાય, અંદર ભેદજ્ઞાન કરવાથી થશે... એમ
કહે છે.
પ્રશ્ન:- સાંભળવાથી ?
ઉત્ત૨:- સાંભળવાથી પણ નહીં થાય. સાંભળવાથી જે જ્ઞાન થયું તે પરલક્ષી જ્ઞાન છે તેનાથી પણ નહીં થાય. સ્વલક્ષી જ્ઞાનથી ભેદજ્ઞાન થશે. આવી વાત છે. સમજમાં આવ્યું ? અગ્નિ અને પાણીનું દૃષ્ટાંત સ્વભાવથી આપ્યું કે- અગ્નિ ઉષ્ણ છે અને પાણી ઠંડુ છે આવું ભેદજ્ઞાન વિચારતાં જ્ઞાન ઊપજે છે. હવે બીજું શાકનું દૃષ્ટાંત આપે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com