________________
૧૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૦ મૂળ માખણની વાત છે. આનંદઘનજીમાં આવે છે... કે
“ગગન મંડળ મેં ગૌઆ, વિહાણી, વસુધા દૂધ જમાયા, માખણ થા સો વિરલા રે પાયા, છાશે જગત ભરમાયા.”
અબધૂ સો જોગી (યોગી) ગુરુ મેરા....
... જિન પદ કરે રે નિવેડા.” અબધૂ... ભગવાનની ઓમ ધ્વનિ આકાશમાં નીકળે છે. “ગૌવા' શબ્દ વાણી-ભાષા. ગૌઆ' શબ્દ વાણી પણ થાય છે. સમજમાં આવ્યું? “ગૌઆ' શબ્દ અહીયાં ભાષા થાય છે. “ગગન મંડળ મેં ભગવાનની ગૌઆ, – ભાષા નીકળી “વસુધા દૂધ જમાયા.” તે વાણી દુનિયાને કાને પડી.
“માખણ થા સો વિરલા રે પાયા છાશે જગત ભરમાયા,” અજ્ઞાની તો પુણ્યના પરિણામ મારા એવા ભ્રમમાં પેસી ગયો અને જ્ઞાનીએ માખણ મેળવ્યું. રાગથી ભિન્ન મારી ચીજ છે તેવો તેને સ્વાદ આવ્યો. આવો ઉપદેશ કેવો હશે? સભામાં ઘણાં માણસ હોય તો ય શું અને એક હોય તો પણ તે ભગવાન છે ને! આહાહા! તેની સમજવાની લાયકાત છે ને!
એકવાર દષ્ટાંત કહ્યું'તું ને ! પાણીની તરસ લાગી હોય અને ઘરમાં ૮૦ વર્ષનો વૃદ્ધ હોય તો તેને કહે – પાણી લાવો. ઘરમાં બે હજાર અથ હોય અને તેને બોલે કે – “પાણી લાવો', તરસ લાગે છે..! તો તે લાવે? આઠ વર્ષની બાળકી હોય તેને બોલાય કે- બેટા ! પાણી લાવો બાપુ! પાણી ઉપર છે ને? નહીં, નહીં, નીચે પાણિયારું છે ત્યાં પાણી છે. કહેનાર જાણે છે કે હું કહું છું તે વાત તે સમજશે. પરંતુ બળદને કહીશ તો નહીં સમજે. ઘરમાંથી બિલાડી નીકળે તો બિલાડીને નહીં કહે. કૂતરો હોય પાસે તો કૂતરાને નહીં કહે– પાણી લાવ. બાળકને કહેશે. બેટા ! પાણી લાવ.
એમ અહીં પરમાત્મા કહે છે કે- એમ રાગને, શરીરને – જડને નથી કહેતા. તમે ચૈતન્યમૂર્તિ ભગવાન છો ને! અમે તેને કહીએ છીએ. આહાહા ! તમે સમજવાની લાયકાતવાળું પ્રાણી છો તેથી અમે કહીએ છીએ. સમજમાં આવ્યું? આવી વાતું છે!
જુઓ ! અહીંયા તો સ્વભાવ લેવો છે. નહીંતર પાણી ગરમ થયું છે તે પોતાથી થયું છે, અગ્નિથી થયું નથી. પરંતુ અહીંયા સ્વભાવ લેવો છે તેથી સ્વભાવની અપેક્ષાએ ઉષ્ણતા છે તે અગ્નિની છે... તેમ કહેવામાં આવેલ છે. છેલ્લે આ (દૃષ્ટાંતનો સિદ્ધાંત) તેને આત્મામાં ઉતારશે.
તેમ આત્માની પર્યાયમાં વિકાર છે તે પોતાથી છે તે પહેલાં કહ્યું હતું. દયા-દાન, વ્રત-ભક્તિ આદિના પરિણામ તે પોતાની પર્યાયમાં પર્યાયથી છે, તે કર્મથી વિકાર નથી. હવે જ્યારે સ્વભાવથી વિચાર કરવામાં આવે છે ત્યારે, સ્વભાવની અપેક્ષાએ વિકાર છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com