________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
કલશામૃત ભાગ-૩ શુદ્ધ ચૈતન્યધન આત્માનું જેણે નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન કર્યું તેને અગ્નિની ઉષ્ણતા અને જળની શીતળતાનું જ્ઞાન થાય છે. એમ નિજ સ્વરૂપનું જ્ઞાન થયું તેને આ રાગાદિ ભાવ છે એવું વ્યવહારજ્ઞાન થાય છે. આવી ભારે વાતું ભાઈ ! પ્રભુ... તારી બલિહારી છે નાથ!
તું કોણ છો? તને તારી કિંમત નથી. બીજી ચીજની મહત્તામાં તેં તારી મહત્તા ખોઈ નાખી છે. આ પુણ્યને-પાપ બંધન અને બંધનના ફળમાં તારી બધી મહત્તા તેં ખોઈ નાખી છે. જેને પોતાની મહત્તાનું ભાન થયું પછી તેને બહારની ચીજનું જ્ઞાન હોય છે. તેને વ્યવહારજ્ઞાન હોય છે. સમજમાં આવ્યું?
આહાહા.! લક્ષ્મી પર છે, સ્ત્રી પર છે તેનો આત્મા પર છે અને રાગ પણ પર છે. નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનીને પરનું જ્ઞાન યથાર્થ હોય છે. સમજમાં આવ્યું? આવો માર્ગ છે લોકોને આકરો પડે.. બાપુ! એ તો આગળ કહ્યું – અતિ કઠણ છે. પરંતુ જ્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પૂર્ણાનંદ સ્વરૂપ તેની અતિ અને તેનું જ્ઞાન, રાગથી ભિન્ન કરતાં આનંદનો સ્વાદ આવે છે. તે આત્માનો પોતાનો સ્વભાવ છે. આવી વાત છે. માર્ગ તો આવો છે ભાઈ !
ભાવાર્થ આમ છે કે- જેમ અગ્નિ સંયોગથી પાણી ઊભું કરવામાં આવે છે, કહેવામાં પણ “ઊનું પાણી’ એમ કહેવાય છે, તો પણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે
અહીંયા ઉષ્ણતા તે પાણીનો સ્વભાવ નથી તે બતાવવું છે. પાણીની પર્યાયમાં ઉષ્ણપણું પોતાથી થયું છે, અગ્નિથી પાણી ગરમ થયું નથી. આ વાતમાં પણ હજુ તકરાર કરે છે. એ વાત ( ખરી) છે કે ઉષ્ણપણું અગ્નિથી થયું છે એ વાત સિદ્ધ કરવી છે. પાણીના સ્વભાવમાં ઉષ્ણતા છે જ નહીં. ઉષ્ણતા અગ્નિના નિમિત્તથી થઈ છે તેથી ઉષ્ણતા અગ્નિની છે એમ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
જેમ પોતાનામાં (પર્યાયમાં) વિકાર થયો એ સ્વભાવની દૃષ્ટિ ન કરતાં અને કર્મના સંબંધથી વિકાર થયો છે એમ કહેવામાં આવે છે. વિકાર તો પોતાની પુરુષાર્થની નબળાઈથી અને નિમિત્તના આશ્રયે થયો, તો નિમિત્તથી થયો તેમ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
“કહેવામાં પણ “ઊનું પાણી’ એમ કહેવાય છે,” તો પણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અનુિં છે.” જુઓ ! ઉષ્ણપણું અગ્નિનું છે તે કઈ અપેક્ષાએ? પાઠમાં એમ લીધું છે ને કે – “સ્વભાવ વિચારતાં” ઉષ્ણતા છે તે અગ્નિની છે, તે પાણીનો સ્વભાવ નથી. તેમ ભગવાન આત્માનો સ્વભાવ વિચારતાં રાગ છે તે કર્મનો છે, રાગ આત્માનો નથી.
પ્રશ્ન:- પાણી ગરમ છે કે અગ્નિ ગરમ છે? ઉત્તર:- ભાઈ ! સૂક્ષ્મ વાત છે. આ કાંઈ કથા-વાર્તા નથી. આ તો તત્ત્વની વાત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com