________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
કલશામૃત ભાગ-૩ મૂળથી' તેમ લખ્યું છે. “ર્તભાવં મિન્વતી” ગાયો ઘાસ ખાય છે તે ઉપરથી ખાય છે, ઘાસના મૂળિયા અંદર રાખે છે. ગાયનો સ્વભાવ આવો છે. અને ગધેડાનો સ્વભાવ એવો છે કે – ઘાસને મૂળથી ઉખાડીને ખાય છે. સમ્યગ્દર્શનને ગધેડાની ઉપમા નથી આપવી પરંતુ તેને અહિંયા જ્ઞાનીની સાથે મેળવણી કરાવવી છે. – તેમ જ્ઞાની ધર્માત્મા રાગને મૂળમાંથી ઉખેડે છે. પાઠમાં છે “મૂળથી દૂર કરે છે.”
દેષ્ટાંત કહે છે-“વ qનના સો: શૌક્ય ત્યવ્યવસ્થા જ્ઞાનાત ૩7 સતિ” જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપગાહી જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ.”
આ વાત ટીકાકારે ગજબની કરી છે. જેમ અગ્નિનું ઉષ્ણપણું અને પાણીના શીતપણાનો ભેદ છે તે “જ્ઞાનાત' નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે.
કહે છે? પાણી ઠંડું છે અને ઉષ્ણતા અગ્નિની છે એવું જેને નિજ સ્વરૂપનું જ્ઞાન થયું છે. શબ્દ છે પાઠમાં “નિજ સ્વરૂપગ્રાહી.” અજ્ઞાનીને વ્યવહારનું જ્ઞાન પણ સાચું થતું નથી. એમ કહે છે. આ કળશમાં બે દૃષ્ટાંત આપશે. એક પાણી અને ઉષ્ણતાનું અને બીજું શાક અને લવણનું.
આ તો વીતરાગી પરમાનંદની વાત છે પ્રભુ! વીતરાગના દરબારમાં તો ઇન્દ્રો સાંભળે છે, વાઘ ને નાગ સાંભળે છે તે વાણી કેવી હશે ભાઈ ! પરમાત્મા એમ કહે છે કે અશુદ્ધ પરિણામથી ભિન્ન થઈને , શુદ્ધ ચૈતન્યનો વિચાર કરતાં. તે રાગથી ભિન્ન થયો અને જ્ઞાનથી અભિન્ન થયો તો તેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો. આ સ્વાદની સ્થિતિમાં રાગની કર્તાપણાની ભ્રાંતિ ન થઈ.
દષ્ટાંત – જેમ અગ્નિ ઉષ્ણ છે અને પાણી શીતળ છે તેનો ભેદ નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન દ્વારા પ્રગટ થાય છે. અગ્નિ ઉષ્ણ છે અને પાણી ઠંડું છે તેનું જ્ઞાન પણ જેને નિજ સ્વરૂપનું જ્ઞાન છે તેને આવો ભેદ ખ્યાલમાં આવે છે. અજ્ઞાની કહે કે – અગ્નિ ઉષ્ણ છે અને પાણી ઠંડું છે તો તેનું જ્ઞાન યથાર્થ નથી. આહાહા..! વાતને ઠેઠ ક્યાં લઈ જાય છે તે સમજમાં આવ્યું?
જ્ઞાનાત' એવો શબ્દ પાઠમાં પડ્યો છે. આ જ્ઞાનાત નો અર્થ એકલું ક્ષયોપશમજ્ઞાન તેમ નથી. નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન કે જે જ્ઞાન રાગથી ભિન્ન થઈને, પોતાના જ્ઞાયક સ્વભાવનું આત્મજ્ઞાન એટલે સ્વનું ભાન કર્યું છે તેને અગ્નિ ઉષ્ણ છે અને પાણી ઠંડું છે તેવું વ્યવહારજ્ઞાન સાચું થાય છે.
પ્રશ્ન:- પાણી સ્વભાવથી તો ઠંડું છે.
ઉત્તર- પાણી ઠંડું છે એવું જ્ઞાન નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનીને જ યથાર્થ હોય છે. અજ્ઞાનીને આવું વ્યવહારજ્ઞાન પણ સાચું હોતું નથી. સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com