________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧)
કલશામૃત ભાગ-૩ ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”
આહા. હા! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના વિચાર કરને પ૨; રાગકા વિચાર છોડને પર ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. આ શુભરાગનો વિચાર ને વિકલ્પ છોડીને, શુદ્ધ ચૈતન્યનો વિચાર કરવાથી અર્થાત્ તે તરફનું શુદ્ધજ્ઞાન કરવાથી ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. આહાહા...! રાગથી અને અશુદ્ધપણાથી ભિન્ન, ભગવાન ચૈતન્યમૂર્તિ પ્રભુ બિરાજે છે.
અહીંયા જે (આત્માથી ભિન્ન છે) પર છે શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી તેને તો ભિન્ન કરવાના નથી કેમ કે તે તો ભિન્ન જ છે – તે તો જુદા જ છે. કેમ કે આત્મામાં એક એવી શક્તિ છે કે તે પરદ્રવ્યોના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. કર્મ, વાણી, સ્ત્રી, કુટુંબ - પરિવાર, લક્ષ્મી તેના ગ્રહણ ને ત્યાગ તેનાથી તો શૂન્ય છે. ફક્ત તેની પર્યાયમાં અશુદ્ધતારૂપ પરિણતિ છે તેની અસ્તિ છે જ્યારે પરદ્રવ્યોની નાસ્તિ છે. તેની વર્તમાન પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને છોડીને, અશુદ્ધતાનું પરિણમન છે. એ અશુદ્ધ પરિણમનથી ભગવાન આત્માને ભિન્ન અનુભવવો કઠિન છે. કઠિન હોવા છતાં શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી, એ અશુદ્ધતાથી ભિન્ન આનંદનો સ્વાદ આવે છે. આહા ! આવો માર્ગ વીતરાગ સિવાય ક્યાંય છે નહીં.
ઓહો હો ! પરમાત્માની અકષાય કરુણા, વળી તેમના દ્વારા (સહજ) વાણી નીકળી.. અને એ વાણીમાં આ ભાવ આવ્યા છે. ભગવાન ! આ આત્મદ્રવ્ય છે તે તો પવિત્ર છે ને.! પ્રભુ! તારી પર્યાયમાં, અવસ્થામાં, અંશમાં અર્થાત્ વર્તમાન અંશમાં એક સમય પૂરતી અશુદ્ધતા છે. પરંતુ અંશી જે દ્રવ્ય છે તેમાં અશુદ્ધતા નથી. ત્રણે કાળમાં ક્યારેય પણ જીવની સંસારદશા એક સમયની છે, બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી તેમ એક-એક સમયની મુદત છે. ભગવાન આત્માની મુદત ત્રિકાળ છે. સમજમાં આવ્યું?
રાગથી ભેદજ્ઞાન કરવું કઠણ તો છે... પણ, ભગવાન તારા ઘરની ચીજ છે. એમ કહે છે. પ્રભુ! તું શુદ્ધ વસ્તુ છે... એવું શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન કરવાથી, વિચાર કરવાથી તને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યના આનંદનો સ્વાદ આવે છે... તો રાગથી ભિન્ન પડી જાય છે. સમજમાં આવ્યું?
અહીં ક્રિયા કરવાથી– એમ નથી કીધું. કેમ કે શુભાશુભ ક્રિયા તો અશુધ્ધ પરિણમન છે તેનાથી તો ભિન્ન કરવું છે.
વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.” રાગથી, અશુદ્ધ પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય વસ્તુનું જ્ઞાન કરતાં, શુદ્ધ ચૈતન્યનો અતીન્દ્રિય સ્વાદ પર્યાયમાં આવે છે તેને રાગનો સ્વાદ ભિન્ન છે તેમ ભાસે છે. આવી કઠણ વાત છે.
રાગને અને આત્માને ભિન્ન કરવાનું કોઈ સાધન છે કે નહીં? તે વાત કરે છે. આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com