________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬O દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ જ છે.
પ્રશ્ન:- આ ભેદજ્ઞાન છે?
ઉત્તરઃ- હા, આ ભેદજ્ઞાન છે. અરે! બાકી તો બીજું કરી-કરીને મરી ગયો. વ્રતનેતપને-ભક્તિને-પૂજાને તે બધું કલેશ છે. રાગ છે, દુઃખ છે.
શ્રોતા- આ૫ કલેશ કહો છો પરંતુ અમને તો આનંદ આવે છે?
ઉત્તર- ધૂળમાંય આનંદ આવતો નથી. તે માને ભલે ! કહ્યું હતુંને! બાળક છે તે વિષ્ટાને ચોપડીને આનંદ માને છે.
તેમ અહીંયા ભગવાન કહે છે કે – પર્યાયમાં વિકાર છે તો જાણે આત્મા જ વિકારરૂપ થઈ ગયો હોય તેમ માને છે. વિકાર છે પર્યાયમાં અને વસ્તુને વિકારી માને છે, તેને વસ્તુની ખબર નથી. જ્ઞાન ભિન્ન અને ક્રોધ ભિન્ન છે. ભગવાન ભિન્ન અને વિકાર ભિન્ન છે. આહાહા..! આ કરવાનું છે. રાગ અને આત્મા ભિન્ન છે. હવે રાગ ઉપરથી લક્ષ છોડીને જ્ઞાયક ઉપર લક્ષ લગાડતાં જ રાગ અને આત્મા ભિન્ન થઈ જાય છે. પર્યાયમાં ભિન્ન થયો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજમાં આવ્યું?
બીજે તો અત્યારે એવું ચાલે છે કે શુભજોગ તે મોક્ષમાર્ગ છે. અરે !
ભાઈ ! આ શું થઈ ગયું છે! અહીંયા તો શુભજોગ તે અશુદ્ધ પરિણતિ છે તેમ કહ્યું, તેનાથી આત્માને ભિન્ન કરવો તે કઠિન છે. કેમ કે પર્યાયમાં અશુદ્ધપણાનું પરિણમન છે. તેની દૃષ્ટિ પર્યાય ઉપર અર્થાત્ રાગ ઉપર છે. એ પર્યાયની પાછળ આખો ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ પ્રભુ છે, જિન સ્વરૂપે વીતરાગ મૂર્તિ છે તે બિરાજે છે. શ્રીમદ્રજીમાં આવે છે કે –
“જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ,
યહી વચન સે સમજ લે, જિન પ્રવચન કા મર્મ.” વિતરાગ વાણીનો મર્મ એ છે કે – પ્રભુ! તું જિન સ્વરૂપ છો ને! તું તો મારી નાતની જાતનો છોને! તું મારી નાતની ચીજ છો. (રાગ અને આત્મા) એક જાત નહીં. રાગ તો જડ અને કજાત છે. તું તો મારી નાતનો છો ને પ્રભુ ! પરમાત્મા એમ કહે છે. સમજમાં આવ્યું?
કહે છે કે- એવું પ્રતિભાસે છે કે – આત્મા જ જાણે વિકારરૂપ પરિણમ્યો હોય! પરંતુ ક્રોધ ભિન્ન અને જ્ઞાન ભિન્ન તેમ ભાસતું નથી. ક્રોધ શબ્દ અહીંયા વિકાર લેવું. પછી તે દયા-દાનના વિકલ્પ હો! તે રૂપે પરિણમે છે ત્યારે આત્મા ભિન્ન છે અને અશુદ્ધતા ભિન્ન છે એમ અનુભવવું ઘણું જ કઠણ છે. ઘણું કઠણ છે તેમ ન લખતાં ઘણું જ કઠણ છે તેમ લખ્યું છે. સમજમાં આવ્યું?
ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com