________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬O
૧૧ જ સાધન છે. કેમ કે આત્મામાં સાધન નામની એક શક્તિ પડી છે. ૪૭ શક્તિમાં કરણશક્તિ આવે છે. કર્તા, કાર્ય, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ તેવી છે શક્તિઓ ધ્રુવપણે ભગવાન આત્મામાં પડી છે. તેમાં કરણ નામની શક્તિ આત્મામાં ધ્રુવપણે બિરાજમાન છે. (શક્તિવાન) તરફનું જ્ઞાન અને વિચાર કરવાથી કરણશક્તિ સાધનરૂપ થઈને પરિણમન થાય છે. એ આનંદના સ્વાદમાં સમ્યગ્દર્શન થાય છે. “પંચાસ્તિકાયમાં' લીધું છે ભિન્ન સાધન-સાધ્ય ભાવ એટલે રાગ એ ભિન્ન સાધન છે અને નિશ્ચય સાધ્ય ભિન્ન છે. ભગવાન એ તો નિમિત્ત સાધન જે રાગ છે તેને નિશ્ચય સાધનનો આરોપ આપીને (ભિન્ન) સાધનનું જ્ઞાન કરાવ્યું છે. મારગ આવો છે બાપુ!
કેવું છે ભિન્નપણું? “ ભાવે fમન્વતી” “કર્મનો કર્તા જીવ” એવી ભ્રાન્તિ, તેને મૂળથી દૂર કરે છે.”
કર્મનો કર્તા કહો કે રાગનો કર્તા કહો, તેવી ભ્રાનિત મૂળથી દૂર થઈ જાય છે. શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ભાવ ધૃવરૂપ છે. તેનું અંતરમુખ થઈને જ્ઞાન કરવું અર્થાત્ આત્માના અતીન્દ્રિય આનંદનો પર્યાયમાં સ્વાદ આવ્યો તો રાગનાં કર્તુત્વનો નાશ થઈ ગયો. રાગ મારું કાર્ય છે, રાગ મારું કર્તવ્ય છે તેવી મિથ્યા ભ્રાંતિનો નાશ થઈ ગયો. શુભભાવ મારું કર્તવ્ય છે અને તે મારું કાર્ય છે તેવી ભ્રાંતિનો નાશ થઈ ગયો. આવો માર્ગ છે. ભાઈ ! કઠણ લાગે પણ કઠણ છે નહીં.
કઠણ કેમ કહ્યું? કે – અનાદિથી તેની પર્યાયમાં અશુદ્ધતા થઈ છે. જો પરમાં થઈ હોય (અશુદ્ધતા) તો તેને તે જુદી પાડી શકતો નથી. પરંતુ તેની વર્તમાન પર્યાયમાં મલિનતા છે. એ દશા શુભ-અશુભરૂપે થઈ છે. એવી પર્યાયની અતિ છે. જેમ ત્રિકાળી શુદ્ધ પવિત્ર આનંદઘન દ્રવ્યની અસ્તિ છે તેમ પર્યાયમાં અશુદ્ધતાની અસ્તિ છે. આહાહા ! અતિ એટલે હૈયાતિ. પૂર્ણ હૈયાતિનો વિચાર કરવાથી અશુદ્ધતારૂપ હૈયાતિ ચાલી જાય છે.
આહા. હા! એક સમયની અશુદ્ધ હૈયાતિનું લક્ષ છોડીને, જે ત્રિકાળ હૈયાતિરૂપ એટલે મોજુદગી ચીજ જે છે તે ધ્રુવપણે, આનંદઘન ઘનરૂપે જે ભગવાન બિરાજે છે તે હૈયાતિરૂપ વસ્તુનું જ્ઞાન કરવાથી, હું અશુદ્ધતાનો કર્તા છું તેવી ભ્રાંતિનો નાશ થઈ જાય છે. તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન છે. સમજમાં આવ્યું?
છ ઢાળામાં આવે છે-સમ્યગ્દર્શન તે મોક્ષ મહેલની પહેલી સીઢી છે. એ અપૂર્વ ચીજ છે. ભગવાન! તારો પોતાનો સ્વભાવ ચૈતન્યધ્રુવ, અકૃત્રિમ અણકરાયેલ અને પરિણમન અર્થાત્ પર્યાય વિનાની ચીજ છે. એ ચીજનો વિચાર કરતાં (નિર્મળ) પર્યાય પ્રગટી. શુદ્ધ ધ્રુવનો વિચાર કરવાથી જ્ઞાનની પર્યાય તે તરફ ઝૂકવાથી.. રાગથી ભિન્ન પોતાના આનંદનો સ્વાદ આવે છે. તેને આત્મ પ્રકાશ અને આત્મજ્ઞાન કહે છે.
કર્મનો કર્તા જીવ” એવી ભ્રાન્તિ, તેને મૂળથી દૂર કરે છે. આહા... હા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com