________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૦
૭
તેનાથી ભિન્નપણું અનુભવથી થાય છે. આહા.. હા ! પહેલાં તેનું જ્ઞાન તો કરે કે- સ્વરૂપ આ છે. સમજમાં આવ્યું ?
ચોરાશી લાખ યોનિમાં રઝળતાં–રઝળતાં, અનંત ભવ કરતાં-કરતાં... તે દુઃખથી પિડાય રહ્યો છે. જેને આવા દુઃખથી ભિન્ન આત્માનો અનુભવ-સમ્યગ્દર્શન કરવું હોય તો તેણે શું કરવું ? શુદ્ધ સ્વરૂપ જે ભગવાન આત્માછે, તેની પર્યાયમાં જે અશુદ્ધ પરિણામ છે- પુણ્ય-પાપ બન્નેને અશુદ્ધ પરિણામ કહે છે, અશુદ્ધ પરિણામથી ભિન્નપણું થાય છે.
ભાવાર્થ આમ છે કે - સામ્પ્રત (હાલમાં ) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે. ” સામ્પ્રત એટલે વર્તમાનમાં જીવદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે તો પણ પર્યાયમાં રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે. સમજમાં આવ્યું ?
ભગવાન ચિદાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદકંદ, જ્ઞાયક૨સ એ તો ત્રિકાળ શુદ્ધ છે. પણ તેની પર્યાયમાં, હાલતમાં, અવસ્થામાં, દશામાં મલિનતારૂપ પરિણમન છે. આત્મા શુદ્ધ છે તો પર્યાય પણ અનાદિથી શુદ્ધ છે તેમ નથી... સમજમાં આવ્યું ? દ્રવ્ય શુદ્ધ હોવા છતાં પણ વર્તમાન પર્યાયમાં અશુદ્ધપણાનું પરિણમન થયું છે. દુઃખરૂપ દશાનું પરિણમન થયું છે એમ કહે છે.
છે તો પ્રભુ આનંદમય, પછી તે રાજા હો કે પછી શેઠિયા હો કે દેવ હો ! પરંતુ એ પર્યાયમાં મલિનપણારૂપે પરિણમ્યા છે... તેથી એ (બધા ) દુઃખી છે.
“ત્યાંતો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન - એવું અનુભવવું ઘણું જ કઠણ છે.” આહાહા ! કઠિન કેમ કહ્યું ? કેમ કે તે પુણ્ય-પાપરૂપ પરિણમ્યો છે... અને એ પરિણમન તેની પર્યાયમાં છે, તેનાથી ભિન્ન કરવું મહાકઠિન છે. આ શરીર, મન, વાણી એ તો ભિન્ન છે જ, તેને ભિન્ન ક૨વા નથી. આ તો પોતાની પર્યાયમાં અશુદ્ધ-પુણ્ય-પાપના ભાવપણે પરિણમન થયું છે. એ અશુદ્ધ પરિણમન ૫૨ના કા૨ણે થયું નથી. પોતાની ભૂલથી અર્થાત્ પોતાના સ્વભાવનો અનાદર કરીને, પોતાની પર્યાયમાં વિકારી પરિણામની અવસ્થા થઈ રહી છે.
અહીં કહે છે કે – અશુદ્ધપણાનું પરિણમન અર્થાત્ પુણ્ય-પાપનું પરિણમન પર્યાયમાં છે, તે કા૨ણે તેનાથી ભિન્ન આત્માને અનુભવવો ઘણો જ કઠિન છે. આ શરીર, મન, વાણી તો તેમાં (પર્યાયમાં ) નથી, તેથી તેનાથી જુદો ક૨વો કાંઈ કઠિન નથી, ખરેખર તો તે જુદા જ છે. પરંતુ દયા-દાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધના પરિણામ તો છે, એ અશુદ્ધતા પર્યાયમાં તો છે. તેનાથી ભિન્ન કરવું કઠણ છે. સમજમાં આવ્યું ? ક૨વાનું હોય તો આ ( ભેદજ્ઞાન ) ક૨વાનું છે, બાકી બધી વાતો ફોગટ છે.
t
ત્યાં તો એમ પ્રતિભાસે છે કે ” – શું કહે છે ? જ્ઞાનમાં એવો ભાસ થાય છે કે – શાન ક્રોધરૂપ પરિણમ્યું છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન વિકારરૂપ પરિણમ્યો છે. તેવો તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com