________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૦ છે. કોઈ કહે પર્યાયમાં વિશુદ્ધતા છે તો તેને આનંદ આવવો જોઈએ!? પ્રભુ તો આનંદકંદ છે. જ્યાં દુઃખનું વેદન છે ત્યાં આનંદનું વેદન નથી. પુષ્ય ને પાપનું જે અશુદ્ધ વેદન છે તે તો દુઃખનું વેદન છે. પર્યાયમાં તે દુઃખપણે પરિણમ્યો છે. વસ્તુ તો વસ્તુ છે. સમાજમાં આવ્યું? અહા ! આવું ઝીણું પડે પરંતુ માર્ગ આવો છે.
જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે – જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે.”
અમને તો એમ દેખાય છે કે જ્ઞાન ક્રોધરૂપે પરિણમ્યું છે. આત્મા વિકારરૂપ પરિણમ્યો છે તેમ દેખાય છે. પરંતુ આત્માનું સ્વરૂપ કાંઈ વિકારરૂપ થયું નથી. પર્યાયમાં વિકાર છે તો આત્મામાં વિકાર થઈ ગયો એમ અજ્ઞાનીને ભાસે છે. દ્રવ્ય જે વસ્તુ છે તે તો ત્રિકાળ શુદ્ધ છે. નિગોદની પર્યાયમાં પણ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ જ છે. - શ્રી પરમાત્મ પ્રકાશના બંધ અધિકારમાં આવે છે કે – સર્વ કાળે, સર્વ ક્ષેત્રે, સર્વ જીવ સંપૂર્ણ સુખથી અને આનંદથી ભર્યા છે એવા સર્વ જીવો છે. એવી ભાવના કરવી. આહાહા... સર્વક્ષેત્રમાં, સર્વકાળમાં, સર્વ જીવો સંપૂર્ણ સ્વભાવથી શક્તિઓથી ભર્યા પડ્યા છે. સમજમાં આવ્યું?
અહીંયા કહે છે કે – ભગવાન આત્માને ભૂલીને પર્યાયમાં ક્રોધરૂપે પરિણમ્યો છે. “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.” કોઈ કર્મે તેને હેરાન કર્યો છે, ઈશ્વરે હેરાન કર્યો છે તેમ છે નહીં.
“તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન - એવું અનુભવવું ઘણું જ કઠિન છે.”
કેમ કઠિન છે? આત્મા શુદ્ધ ચૈતન્યધન હોવા છતાં પણ તેની વર્તમાન હાલત નામ દશામાં વિકારરૂપી પરિણામ છે. તે કારણે વિકારથી આત્મા ભિન્ન છે, તેને ભિન્ન અનુભવવો તે કઠિન છે. “ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”
વસ્તુ છે તેમાં વિકાર નથી પરંતુ પર્યાયમાં વિકાર છે. અવસ્થામાં દોષ છે માટે તો દોષ કાઢવાનો ઉપદેશ આપે છે. દોષ ન હોય તો દોષ કાઢો, તેવો (ઉપદેશ) ક્યાંથી આવ્યો? વીતરાગનો ઉપદેશ એવો આવે છે કે-દોષ કાઢો તેનો અર્થ શું થયો? અર્થાત તેની પર્યાયમાં અનાદિથી દોષ છે. તે દોષને કાઢવો કઠિન છે. પ્રવચન નં. ૭૫
તા. ૨૪-૮-'૭૭ “ज्ञानात् एव स्वरसविकसन्नित्यचैतन्यधातोः कोधादेः च भिदां प्रभवति" શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે,”
ભાષા આવી છે – “શુદ્ધ સ્વરૂપમાત્ર.” પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન એવી ચૈતન્ય શુદ્ધ વસ્તુ તેનો આશ્રય લઈને, તેનો અનુભવ કરતાં, પર્યાયમાં ચૈતન્ય પ્રકાશમાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com