________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬O વસ્તુ જાણી નથી.
અનંતકાળમાં દ્રવ્યલિંગી દિગમ્બર સાધુ પણ અનંતવાર થયો. દ્રવ્યલિંગ ધારણ કરીને અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા, પણ તે રાગ અને દુઃખ હતું. છ ઢાળામાં આવે છે ને!
મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.” દ્રવ્યલિંગ ધારણ કર્યા, મહાવ્રત પાળ્યા, અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા. પરંતુ તેનાથી સુખ પ્રાપ્ત ન થયું, એ તો દુઃખરૂપ છે તેમ કહે છે. “લેશ સુખ ના પાયો.” પંચમહાવ્રતમાં સુખ નથી તે તો દુઃખરૂપ છે. આહા... હા ! એ રાગનો કર્તા હું તેમ માને તે મિથ્યાષ્ટિ છે અહીંયા એમ કહે છે. મહાવ્રતના પરિણામ છે તે શુભરાગ છે, તેનો કર્તા થતાં (દૃષ્ટિમાં) પૂરા શાયકને વિકારી બનાવી દીધો. જે વિકારનો કર્તા થાય છે તેણે તો શ્રદ્ધામાં આત્માને વિકારી બનાવી દીધો પરંતુ આત્મા પૂરી શક્તિથી શુદ્ધ ચૈતન્યરૂપ છે. વસ્તુ તો વસ્તુ છે.
અવિનશ્વર છે, - એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું ભિન્નપણું થાય છે.”
અહીં એકલું કર્મથી ભિન્ન તેમ નથી લેવું. એ વિષય તો આગળ સ્પષ્ટ કરી દીધો. અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામ અર્થાત્ શુભ અને અશુભરાગ તે બન્ને અશુદ્ધ ચેતના છે – તે કર્મ ચેતના છે. પુણ્યના ભાવ જે દયા–દાન-વ્રત-ભક્તિ તે કર્મ ચેતનાના ભાવ છે. તે જ્ઞાનચેતનાનો ભાવ નથી. આવો માર્ગ ! લોકોને આકરું પડે એટલે ખોટું લેવું એવું અહીં છે નહીં.
ભાષા જુઓ ! “અશુદ્ધ ચેતનારૂપ.” શું કહે છે? કર્મના લક્ષે થયેલાં અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામ તે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજારૂપ છે. અશુદ્ધ ચેતનારૂપ પરિણામ તે (પોતે જ) રાગાદિરૂપ છે. આ શ્લોકમાં રાજમલજીએ અલૌકિક ભાવ લીધા છે. તે છેલ્લે બે લીટીમાં આવશે “જ્ઞાનાત” નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે.” આમાં શું કહેવું છે? કે – જ્ઞાન સ્વરૂપ આત્મા રાગથી ભિન્ન થયો તો પોતાનું જ્ઞાન થયું. તો હવે તે જ્ઞાનમાં પાણી (પર્યાયે) ઉષ્ણ છે તેનું જ્ઞાન અર્થાત્ ઉષ્ણતાનું સાચું જ્ઞાન નિજ
સ્વરૂપગ્રાહી જ્ઞાનથી થાય છે. પાણી પર્યાયે ઉષ્ણ છે પરંતુ તેના સ્વભાવથી ઠંડું છે તેવું જ્ઞાન નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનીને જ તેનું સાચું જ્ઞાન હોય છે.
શ્રોતા:- નિજસ્વરૂપગ્રાહીનો અર્થ, તેનું જ્ઞાન...!
ઉત્તર- હાં! તેને વ્યવહારનું જ્ઞાન થાય છે. “નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન દ્વારા” તેમાં ગ્રાહ્યનો અર્થ કર્યો છે કે – પાણી ઠંડું છે ઉષ્ણ છે તેનું જ્ઞાન કોને થાય છે? કે જેને પોતાનું જ્ઞાન થયું તેને વ્યવહારે આવું જ્ઞાન થાય છે. પાણી (સ્વભાવે ) ઠંડું છે. વર્તમાન (પર્યાયે)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com