________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યાં “ખારું વ્યંજન” એમ કહેવાય છે, જણાય પણ છે; સ્વરૂપ વિચારતાં ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. ૧૫-૬O. પ્રવચન નં. ૭૪
તા. ૨૩-૮-'૭૭ કલશ - ૬૦ : ઉપર પ્રવચન “ज्ञानात् एव स्वरसविकसन्नित्य चैतन्यधातोः क्रोधादे च भिदा प्रभवति" “શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ ચેતનાસ્વરૂપથી પ્રકાશમાન છે.”
ભગવાન શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં અશુદ્ધતાનું પરિણામનું લક્ષને આશ્રય છૂટી જાય છે. બીજી રીતે કહીએ તો પર્યાય બુદ્ધિ છોડીને દ્રવ્ય વસ્તુની બુદ્ધિ અંદરમાં કર. ઝીણી વાત છે બાપુ! આ તો વાસ્તવિક તત્ત્વ, યથાર્થ તત્ત્વ છે તેને લોકોએ કલ્પનાથી કંઈને કંઈ સમજી રાખ્યું છે.
જ્ઞાનાતવ શુદ્ધ સ્વરૂપમાત્ર.” શબ્દ પડ્યો છે પાઠમાં જોયું! શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ તે પોતાના સ્વરસ, ચૈતન્યરસ, આનંદરસ તેનાથી પ્રકાશમાન છે. આહા. હા! ભગવાન આત્મા ચૈતન્ય ધાતુ નિત્ય આનંદરસથી ભર્યો પડયો છે. હવે રાગની કર્તુત્વબુદ્ધિ છોડીને “જ્ઞાનાત', જ્ઞાનમાં તેને જાણવાથી ચૈતન્ય સ્વરસ જેવો રસ પર્યાયમાં આવે છે. પર્યાયમાં આનંદનો રસ અર્થાત્ આનંદનો સ્વાદ આવે છે. તેનું નામ ચૈતન્યનો અનુભવ છે. રાગ ને પુણ્ય- પાપનો અનુભવ તે તો દુઃખરૂપ અને કલેશ છે. નિર્જરા અધિકારમાં ક્રિયાકાંડને કલેશ કહ્યો છે. ક્રિયાકાંડરૂપી કલેશ કરો તો કરો પરંતુ “જ્ઞાનાત્' થી મુક્તિ થશે, કલેશથી મુક્તિ નહીં થાય. સમજમાં આવ્યું?!
પ્રભુ કહે છે – આ માર્ગ તો અનેકાન્તનો છે. વ્યવહારથી થશે અને નિશ્ચયથી થશે તેનું નામ અનેકાન્ત છે? એમ નથી. ભગવાન! તને (આ માર્ગની) ખબર નથી. “જ્ઞાનાત્” શબ્દ પડ્યો છે. પોતાના અનુભવથી ચૈતન્ય સ્વરૂપ પ્રકાશમાન છે, એકાંતે આવી ચીજ છે. તે રાગથી પ્રકાશમાન થાય છે તેમ નથી અને તેનું નામ અનેકાન્ત નથી.
નિયમસારની બીજી ગાથામાં એમ કહ્યું કે – પોતાના નિશ્ચય સ્વરૂપની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા તે નિરપેક્ષ છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. સમજમાં આવ્યું!?
ચૈતન્ય જ્ઞાનાત્” એમ આવ્યું ને? એ તો પોતાના ચૈતન્ય સ્વભાવથી અર્થાત્ જ્ઞાનથી પ્રકાશમાન છે. રાગથી જે પ્રસિદ્ધિ હતી તે અજ્ઞાન હતું. જ્યાં સુધી રાગ ઉપર દૃષ્ટિ હતી તો તેને રાગનું અસ્તિત્વ ભાસતું હતું. રાગ ઉપર દૃષ્ટિ હતી એટલે કે પુણ્ય-પાપ, દયા-દાન વિકલ્પ ઉપર દૃષ્ટિ હોવાથી તેને રાગનું અસ્તિત્વ જ ભાસતું હતું. પરંતુ અંદર ભગવાનનું મોટું અસ્તિત્વ પડ્યું છે. “જ્ઞાનાત” ભગવાન આનંદકંદથી ભર્યો પડ્યો છે. તે એનાથી પ્રકાશમાન છે ભાઈ ! સૂક્ષ્મ લાગે પણ અનંતકાળથી આવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com