________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪
કલશામૃત ભાગ-૩ ઉષ્ણ છે તેનું સાચું જ્ઞાન કોને થાય છે? જેને નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાન થયું છે તેને વ્યવહારનું આવું જ્ઞાન હોય છે. લૌકિકમાં જે પાણીને ઠંડુ ને ગ૨મ માને છે તે વાત નથી. સમજમાં આવ્યું ?!
જેમ રાગથી ભિન્ન થઈને પોતા તરફનું શાયકનું જ્ઞાન કર્યું તો તે સ્વરૂપગ્રાહી જ્ઞાન થયું. તે જ્ઞાને જાણ્યું કે પાણી સ્વભાવથી ઠંડું છે અને પર્યાયમાં ઉષ્ણ અગ્નિના સંયોગથી થયું છે. તેમ જેને નિજસ્વરૂપનું જ્ઞાન થયું હોય તેના જ્ઞાનમાં આવો વ્યવહાર હોય છે, ( અજ્ઞાનમાં ) આવો વ્યવહાર હોતો નથી. ‘ જ્ઞાનાત્' શબ્દ છે તેમાંથી રાજમલજીએ આ નિજ સ્વરૂપગ્રાહી અર્થ કાઢયો છે. આવી વાત છે.
પાઠમાં ‘ ઋોધાવે: ’ શબ્દ છે તેનો અર્થ કર્યો કે – સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામ. ક્રોધાદિ કેમ કહ્યું ? અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામ તે ક્રોધ છે. કેમ કે જેને અશુદ્ધ ચેતના પરિણામ ઉપ૨ પ્રેમ છે તેને પોતાના આત્મા પ્રત્યે દ્વેષ છે. સમજમાં આવ્યું ? આનંદઘનજી કહે છે
‘દ્વેષ અરોચક ભાવ.’ જેને પુણ્ય-પાપના પરિણામમાં પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ-અરોચક ભાવ છે. તેને આત્માની રુચિ નથી. શુભાગ જે વ્રત-તપ-ભક્તિ આદિનો જેને પ્રેમ છે તેને સ્વભાવ પ્રત્યે દ્વેષ ને અરુચિ છે. જેને સ્વભાવ પ્રત્યે રુચિ અને સ્વભાવનો આશ્રય છે તેને રાગની રુચિ નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી.
જેને રાગાદિથી પ્રેમ છે તેને આત્માથી પ્રેમ થઈ જાય તેમ બનતું નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી.
આહા... હા! રાગાદિનો પ્રેમ એટલે વ્યવહાર રત્નત્રયનો પ્રેમ અને ભગવાન
આત્માની રુચિ તેમ હોઈ શકતું નથી. આ ક્રોધ છે તે શુદ્ધ જીવ સ્વરૂપથી ભિન્ન છે. જેને અશુદ્ધ રાગનો પ્રેમ છે તેને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. ઝીણી વાત છે!
પ્રશ્ન:- સ્વભાવનો પ્રેમ નથી તો શાનો પ્રેમ છે?
ઉત્ત૨:- આહા.. હા ! જેનો પ્રેમ ૫૨માં ઘુસી ગયો છે. જેને સ્ત્રીનો પ્રેમ, પૈસાનો પ્રેમ, પુણ્યનો પ્રેમ, રાગનો પ્રેમ છે તેને આત્મા પ્રત્યે ક્રોધ છે. તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આહા.. હા ! જે રાગનો રાગી છે તે ભગવાન આત્માનો દ્વેષી છે. ભારે વાત ભાઈ..! લોકોને આકરું પડે પણ શું થાય ?! પ્રભુનો માર્ગ તો આ છે.
ભાવાર્થ આમ છે કે- સામ્પ્રત જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે - જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે. ”
ભાષા જુઓ ! પર્યાયમાં રાગાદિરૂપ પરિણમે છે. પર્યાયમાં રાગાદિ નથી તેમ નથી. પર્યાયમાં રાગાદિરૂપ પરિણમે છે તે કર્મને લઈને નહીં. સામ્પ્રત એટલે વર્તમાનમાં જીવદ્રવ્ય રાગાદિ પુણ્ય-પાપરૂપ, અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે. પર્યાયમાં અશુદ્ધ પરિણમન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com